For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણકારો રૂપિયા પરત લેવા માટે સેબી પાસે જાય: સહારા

|
Google Oneindia Gujarati News

sahara group
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: સહારા ઇન્ડિયા ગ્રુપે આજે અખબારોમાં જાહેરાત આપીને દાવો કર્યો છે કે હવે તેને પોતાના રોકાણકારોને કોઇ રૂપિયા પરત કરવાના રહેતા નથી પરંતુ સહારા સેબી પાસેથી રૂપિયા લેવા માટે હકદાર છે.

સહારાએ દાવો કર્યો છે કે તેની બે કંપનીઓએ લગભગ 25 હજાર 781 કરોડ રૂપિયાની રકમ લીધી હતી. અત્યાર સુધી તે 22 હજાર 117 કરોડ રૂપિયાથી વધારેની રકમ પરત કરી ચૂક્યા છે. અને તેની પર લગભગ ત્રણ હજાર 663 કરોડ રૂપિયા રોકાણકારોના બાકી છે જ્યારે પાંચ હજાર 120 કરોડ તે સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.

સહારાના જણાવ્યા અનુસાર આ રીતે હવે તે કોઇને કઇ પાછું આપવા માટે બંધાયેલ નથી, પરંતુ સેબીમાંથી જ બાકી રહેતી રકમ લેવાની છે. બે દિવસ પહેલા સેબીએ આદેશ આપ્યો હતો કે સહારાની બે કંપનીઓના ખાતા સીલ કરી દેવામાં આવે.

English summary
Sahara says it has already repaid 86% of investors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X