For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગે લોન્ચ કર્યો સૌથી સસ્તો સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

Samsung-Galaxy-Star
દેશમાં ઝડપથી વધતા સ્માર્ટફોન બજારમાં કિંમતોની લડાઇ શરૂ કરતા સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે પોતાની ગેલેક્સી શ્રેણીનો સૌથી સસ્તો ફોન સ્ટાર શુક્રવારે બજારમાં રજૂ કર્યો છે, જેની કિંમત 5240 રૂપિયા છે.

દક્ષિણ કોરિયન કંપની સેમસંગે સ્ટારને નોકિયાની આશા શ્રેણી તથા માઇક્રોમેક્સ અને કાર્બન જેવી ભારતીય કંપનીઓના સ્માર્ટફોન્સ સામે સ્પર્ધામાં ઉતાર્યો છે.

કંપનીએ જણાવ્યું છે કે આ પહેલા ગેલેક્સી વાઇ તેમનો સૌથી ઓછી કિમતવાળો ફોન હતો જેની કિમત 5890 રૂપિયા હતી. કંપનીનો નવો ફોન ડ્યુએલ સીમવાળો છે. જેમા એન્ડ્રોયડ 4.1 જેલી બીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમા 4જીબીની મેમરી છે, જેમાં 32 જીબી સુધી જઇ શકે છે. સેમસંગના 15 સ્માર્ટફોન છે, જેમની કિંમત 5240થી 41500 રૂપિયા સુધી છે. સાઇબર મીડિયા રિસર્ચની છે એક રિપોર્ટ અનુસાર 2012માં ભારતમાં 22.1 કરોડ સ્માર્ટફોન વેચાયા છે.

English summary
Priced at Rs 5,240, Samsung Electronics on Friday launched its cheapest Galaxy series phone 'Star'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X