પાનકાર્ડને આધારના જોડાણ પર સુપ્રીમ કોર્ટે આપ્યો કેન્દ્રને ઝટકો

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મહત્વનો નિર્ણય લેતા પાનકાર્ડ અને આધાર કાર્ડના જોડાણ પર રોક લગાવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડ અને પાનકાર્ડ જોડવું ફરજિયાત નથી. કોર્ટે સાથે જ જ્યાં સુધી આ પર કોઇ બંધારણ ન્યાયપીઠ નિર્ણય નથી લેતા ત્યાં સુધી આ રોક તેની પર લાગુ રહેશે. તમને જણાવી દઇએ કે આયકર અધિનિયમ ધારા 13 9 એએ હેઠળ 1 જુલાઇથી આયકર વિભાગે આયકર રિર્ટન દાખલ કરવા માટે પાન કાર્ડ સમેત આધાર આઇડી પણ સાથે હોવાને ફરજિયાત કર્યું હતું. જેનો વિરોધ કરતા સીપીઆઇ નેતા બિનોય વિશ્વમ સમતે અન્ય અરજીકર્તાઓએ અરજી કરી હતી. જેના જવાબમાં કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

pancard

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની દલીલ હતી કે પાનકાર્ડ નકલી પણ બની શકે છે જ્યારે આધાર કાર્ડ વધુ સુરક્ષિત અને મજબૂત પ્રણાલી છે. આ માટે કેન્દ્ર સરકાર તેની તમામ મહત્વની નીતિ અને દસ્તાવેજો જોડે આધાર કાર્ડ જોડવાનું જણાવ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટમાં આ વિચારને પડકારતા કોર્ટે આજે આ અંગે આ મહત્વનો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય પછી આવનારા સમયમાં આધારને અન્ય મહત્વના દસ્તાવેજો જોડવા પર પણ અનેક સવાલો ઊભા થઇ શકે છે.

English summary
The Supreme Court ordered a partial stay on the linking of Aadhaar with PAN cards. The court made it clear that those PAN cards without Aaadhaar...
Please Wait while comments are loading...