For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં રેકોર્ડતોડ તેજી, 12 હજાર પાસે પહોંચ્યો નિફ્ટી

શેર બજારમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં રેકોર્ડતોડ તેજી, 12 હજાર પાસે પહોંચ્યો નિફ્ટી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શેર બજારમાં તેજી યથાવત છે. સેંસેક્સ કારોબારી સપ્તાહના પહેલા દિવસે સોમવારે શરુઆતી કારોબારમાં અત્યાર સુધીના સૌથી ઉપલા સ્તરે પહોંચી ગયો છે. વિદેશી મૂડી પ્રવાહ સતત ચાલતો રહેવાથી અને સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બોમ્બે શેર માર્કેટનો સેંસેક્સ સોમવારે શરૂઆતી કારોબારમાં એક સમયે 269 અંક ઉછળી 40,434.83 અંક સુધી પહોંચી ગયો હતો જે એક નવો કીર્તિમાન છે. જ્યારે નિફ્ટી 50 અંકના વધારા સાથે 11,967.60 પર ખુલ્યો. જણાવી દઈએ કે શક્રવારે સેંસેક્સ 40165.03 અને નિફ્ટી 11,899.50 પર બંધ થયો હતો.

share market

સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સૂચકાંક સેંસેક્સ 184.16 અંકોની તેજી સાથે 40349.19 પર બન્યો હતો. જ્યારે અગાઉ સેસેક્સ તેજી સાથે 40293.85 પર ખુલ્યો અને 40353.32 સુધી ઉછળ્યો. નેશનલ સ્ટૉક એક્સચેન્જના 50 શેર પર આધારિત સૂચકાંક નિફ્ટી 53.20 અંકોની તેજી સાથે 11943.80 પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી તેજીની સાથે 11298.90 પર ખુલ્યો અને 11952.65 સુધી ઉછળ્યો.

સેંસેક્સની કંપનીઓમાં વેદાંતા, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, એસબીઆઈ, એચસીએલ ટેક, સન ફાર્મા અને ભારતીય એરટેલમાં 3.20 ટકા સુધીની તેજી ચાલી રહી હતી. પરંતુ યસ બેંક, ઈંફોસિસ, હીરો મોટોકોર્પ, બજાજ ઑટો અને હિંદુસ્તાન યૂનિલીવરના શેર 4.80 ટકા સુધી નીચે ચાલી રહ્યા હતા. અમેરિકા-ચીન વેપાર સમજૂતી વચ્ચે મોટાભાગના એશિયાઈ બજાર ગ્રીનમાં હતાં પરંતુ ટોક્યોનો પ્રમુખ સૂચકાંક રેડ માર્કમાં હતો. અમેરિકામાં રોજગારના આંકડા સારા રહેવાથી પણ બજારમાં વિશ્વાસ વધ્યો હતો. ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમીનો એશિયાઈ બજારોમાં સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો. બ્રેંટ ક્રૂડ ઓઈલ 0.53 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 61.36 ડોલરનો ભાવ ચાલી રહ્યો હતો.

શેર બજારમાં તેજીનો રુખ, સેંસેક્સ 40,000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળોશેર બજારમાં તેજીનો રુખ, સેંસેક્સ 40,000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

English summary
Sensex rallied over 269 points to hit its intraday peak of 40,434.83 in early trade on Monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X