For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજારમાં તગડો ઉછાળો, સેંસેક્સ 1000 પોઈન્ટ વધ્યો

ઈક્વિટી બેંચમાર્ક સેંસેક્સ મંગળવારે શરુઆતના કારોબારમાં 1000 પોઈન્ટ વધી ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણા દિવસોના ઘટાડા બાદ બજાર ફરીથી ઉપર આવતુ દેખાઈ રહ્યુ છે. મંગળવારે બજારમાં શાનદાર વધારો જોવા મળી રહ્યો છે. ઈક્વિટી બેંચમાર્ક સેંસેક્સ મંગળવારે શરુઆતના કારોબારમાં 1000 પોઈન્ટ વધી ગયો છે. શરુઆતના કારોબારમાં 30 શેરોવાળા ઈંડેક્સ +1026.27 પોઈન્ટ એટલે કે 1.85 ટકાની તેજી સાથે 56857.12 પર પહોંચી ગયો. આ રીતે નિફ્ટી +313.3 પોઈન્ટ એટલે કે 1.88 ટકાની તેજી સાથે 16,926.75 સુધી પહોંચી ગયો.

bse

સેંસેક્સ પેકમાં એચસીએલ ટેક લગભગ 3 ટકાના વધારા સાથે આગળ રહ્યુ. ત્યારબાદ ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, વિપ્રો, એનટીપીસી અને ટાઈટનનુ સ્થાન રહ્યુ. જેવુ મંગળવારે બજાર ખુલ્યુ બીએસઈ સેંસેક્સ 560.53 પોઈન્ટ એટલે કે 1.00 ટકાનો ઉછાળા સાથે 56382.54 પોઈન્ટ પર પહોંચી ગયુ. એ જ રીતે એનએસઈ નિફ્ટી પણ 175.05 એટલે કે 1.05 પોઈન્ટના વધારા સાથે 16,789.25 પોઈન્ટ પર પહોંચી ગયુ.

છેલ્લા સેશનમાં 30 શેર ઈક્વિટી બેંચમાર્ક 1189.73 એટલે કે 2.90 ટકા ઘટીને 55822.01 પર સમાપ્ત થયો અને નિફ્ટી 371 પોઈન્ટ એટલે કે 2.18 ટકા ઘટીને 16614.20 પર બંધ થયો હતો. સ્ટૉક એક્સચેન્જના આંકડાઓ મુજબ વિદેશી સંસ્થાગત રોકાણ(એફઆઈઆઈ) મૂડી બજારમાં શુદ્ધ વિક્રેતા બની રહ્યા કારણકે તેમણે સોમવારે 3565 કરોડ રુપિયાના શેર વેચ્યા. જો કે ઓમિક્રૉન વેરિઅંટના સતત વધતા જોખમ બાદ દુનિયાભરના બજારમાં સન્નાટો પ્રસરેલો છે.

English summary
Share Market Update: Sensex jumps over 1000 points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X