For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિઝલના ભાવ શા માટે વધ્યા? આ રહ્યાં કારણો

|
Google Oneindia Gujarati News

diesel
14 સપ્ટેમ્બર : કેન્દ્રની યુપીએ સરકારે ગઇકાલે ડિઝલના ભાવમા રૂ.5 નો વધારો કરીને એ વાત સાફ કરી છે કે તે દેશની વધતી રાજકોષિય ખાધને ઘટાડવા પ્રતિબધ્ધ છે. અહિ અમૂક કારણોની મિમાંસા કરવામા આવી છે કે ડિઝલમા ભાવ વધારો શા માટે અનિવાર્ય હતો.

જુન મહિનાથી ભારતની ક્રુડ તેલની ખરીદીમા 20% નો વધારો થયો હતો

બ્રેંટ ક્રુડનો ભાવ ગત 21 જુને 89 ડોલર હતો જે 14 સપ્ટેમ્બરે 116 ડોલર નોંધાયો હતો. જે 25% નો વધારો દર્શાવે છે. અને એટલા જ પ્રમાણમા ભારતની ક્રુડ તેલની ખરીદીમા વધારો થયો છે.

ડિઝલના બેફામ વધારા ઉપર લગામ તાણવી જરૂરી હતી

ગરીબ વર્ગને ધ્યાનમા રાખીને ડિઝલ ઉપર સબસિડિ અપાય છે પણ તેનો મહત્તમ લાભ ધનવાન વર્ગ પેટ્રોલ કાર ખરિદવાને બદલે ડિઝલ વાહનો ખરીદીને ઉઠાવી રહ્યા હોવાથી તેમને પેટ્રોલની ખરીદી સામે ડિઝલના દરમા રૂ. 25-30નો ફાયદો થતો હતો. અને તેમા સરકાર ઉપર પ્રતિ લિટર રૂ.15 - 20 નો બોજો પડતો હતો. એવી જ રીતે વ્યાવસાયિક એકમો રાંધણગૅસનો ઉપયોગ કરતા હોવાથી તેમા પણ સરકારી તિજ ઓરી ઉપર વધુ બોજ પડતો હતો.

તેલ કંપનીઓને રોજનું રૂ. 551 કરોડનુ નુકસાન

અમુક દિવસો પહેલા તેલ માર્કેટિંગ કંપનીઓને વસૂલીમા રૂ.551 કરોડનું દૈનિક નુકસાન થતુ હતું. આ કંપનીઓ ઉપર ગત જુન સુધીના ત્રિમાસિક ગાળામા રૂ.157617 કરોડ જેટલુ વિપુલ કરજ હતુ અને તે કારણે તેમને માર્કેટમાં રેટિંગ ઘટવાનો ભય સતાવી રહ્યો હતો. હવે ડિઝલ અને રાંધણ ગૅસના ભાવ વધારાથી તે કંપનીઓની આર્થિક સ્થિતિ બહેતર બનશે.

તો રાજકોષિય ખાધ વધવાનો ભય હતો

જો ઇંધણ દરમા વધારો કરવામા ન આવ્યો હોત ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીઓ ભારતનુ રેટિંગ ઘટાડી દેત. ભારતની નબળી આર્થિક સ્થિતિના પગલે થોડા સમય પહેલા એસએન્ડપી રેટિંગ ઘટાડી નાખ્યું હતું.

આરબીઆઇને હવે વ્યાજ દરો ઘટાડવા માટે સબળ કારણ મળશે

રાજકોષિય ખાધ સરકાર ઘટાડે નહી ત્યાં સુધી રિઝર્વ બેન્ક રેપો રેટમા ઘટાડો કરી શકે નહી. હવે સરકારે ડિઝલ ભાવ વધારો કર્યો હોવાથી આરબીઆઇને રેપો રેટ ઘટાડી શકે છે અને તેમ થાય તો દેશના અર્થતંત્રને વેગ મળી શકે છે.

English summary
Here are few reasons why it was necessary and almost inevitable to hike diesel prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X