For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે તેજીનો રૂખ

|
Google Oneindia Gujarati News

market-bull
મુંબઇ, 20 મે : સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે સ્ટોક માર્કેટમાં આ સપ્તાહ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે આ સપ્તાહમાં કેટલીક ચાવીરૂપ કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જેમાં એસબીઆઈ અને એલ એન્‍ડ ટીનો સમાવેશ થાય છે.

ચાવીરૂપ ઇન્‍ડેક્‍સ નવેસરથી વર્ષની સૌથી ઊંચી સપાટી ઉપર પહોંચે તેવી શક્યતા છે. એસબીઆઈ, ટાટા સ્‍ટીલ, લાર્સન એન્‍ડ ટુબરો તરફથી કોર્પોરેટ કમાણીના આંકડા જાહેર કરવામાં આવનાર છે. આ તમામ કંપનીના આંકડા ખૂબ સારા રહે તેવી શક્‍યતા છે જેથી બજારમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. આગામી સિઝનમાં વેચવાલીનું દબાણ 6150 અને 6200 (નિફ્‌ટી) સપાટી ઉપર જોઈ શકાય છે. મૂડીરોકાણકારો પ્રોફીટ બુકીંગની સ્‍થિતિમાં નજરે પડે તેવી શક્‍યતા છે.

આ સપ્તાહમાં કમાણી ફરી એકવાર જોવા મળશે. માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. હાલમાં સેન્‍સેક્‍સ અઢી વર્ષની ઊંચી સપાટીએ છે. આગામી મોટી સપાટી 21000ની જોવા મળી શકે છે. લિક્‍વિડીટીની સ્‍થિતિ પણ ચર્ચાસ્‍પદ બની છે.

આ મહિનાના ગાળામાં હજુ સુધી બીએસઈ બેન્‍ચમાર્ક સેન્‍સેક્‍સમાં ત્રણ ટકાનો વધારો થયો છે. સેન્‍સેક્‍સ 20286ની સપાટીએ બંધ રહ્યો હતો જે 5મી જાન્‍યુઆરી 2011 બાદથી સૌથી ઊંચી સપાટી છે. જાણકાર નિષ્‍ણાંતોનું કહેવું છે કે સેન્‍સેક્‍સ ટૂંકાગાળામાં 21000ની ઊંચી સપાટી ઉપર પહોંચી શકે છે. કારણ કે વિદેશી મૂડીરોકાણકારોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રોકાણકારોનો આત્‍મવિશ્વાસ અકબંધ રહ્યો છે. આ તમામ પરિબળોને જોતા શેરબજારમાં આ સપ્તાહમાં ખૂબ સારી સ્‍થિતિ રહી શકે છે. રોકાણ કરવાની યોગ્‍ય તક દેખાઈ રહી છે.

English summary
Stock market will see more Bullish trend this week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X