ચાલુ ખાતાના વધતા નુકસાન પર સુબ્બારાવની ચેતવણી

જોકે કેન્દ્રીય બેન્કના ગવર્નરે કોઇ આંકડો આપ્યો નથી, પરંતુ તેમણે જણાવ્યું કે 'ગયા વર્ષે ચાલુ ખાતાની ખોટ જીડીપીના 4.2 ટકા રહ્યું હતું. પરંતુ આ વર્ષે આ તેનાથી ઉપર રહેશે. જીડીપીની સામે આ અત્યાર સુધીની ઐતિહાસિક સપાટી પર રહી શકે છે.'
વિદેશી મુદ્રાની કુલ પ્રાપ્તિ અને ખર્ચનું અંતર ચાલુ ખાતાનું નુકસાન કહેવાય છે. સુબ્બારાવે એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી કે આ અંતરને પ્રત્યક્ષ વિદેશી રોકાણ દ્વારા આવનાર વિદેશી મુડીના બદલે અનિશ્ચિત અંતપ્રવાહ થકી કરવામાં આવે છે જેના કારણે ઘટવધ બની રહે છે.
રિઝર્વ બેન્ક દ્વારા ગઠિત ઇન્દિરા ગાંધી વિકાસ અનુસંધાન સંસ્થાનના દીક્ષાંત સમારંભને સંબોધિત કરતા સુબ્બારાવે વધતા ચાલુ ખાતાના નુકસાન પર ચિંતા વ્યકત કરી. ચાલુ ખાતાનું નુકસાન વધવામાં તેલ અને સોનાની ઉંચી આયાત જવાબદાર છે.












Click it and Unblock the Notifications
