ટેસ્ટ ક્રિકેટમાંથી રહસ્યમય નિવૃત્તિ અંગે ધોનીને 10 પ્રશ્નો
મેલબોર્ન, 31 ડિસેમ્બર : રહસ્ય, સાચું, ખોચું, અસ્ચર્ય, આધાત, સન્માન. આ બધા શબ્દો ધોની માટે છે. તેમાંથી કયો શબ્દ યોગ્ય છે? કદાચ બધા. અને કદાચ આના વિશે કદાચ ધોની કરતા વધારે સારી રીતે કોઇ કહી શકશે નહીં. કારણ કે ધોની બેશક રીકે ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના સૌથી સફળ કપ્તાન છે.
મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે એમએસ ધોની અથવા તો કેપ્ટન કૂલના હુલામણા નામથી જાણીતા ધોનીએ 30 ડિસેમ્બરે ત્યારે પોતાના ચાહકો, ક્રિકેટ ખેલાડીઓ અને વ્યવસ્થાપકોને આશ્ચર્યમાં મૂકી દીધા, જ્યારે તેમણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયા સીરિઝને અધવચ્ચે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.
ધોનીના ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાતથી સૌને આશ્ચર્ય અને આઘાત અનુભવાયો છે જ પરંતુ સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું છે કે તેમણે ટેસ્ટ સીરિઝની વચ્ચે આવો નિર્ણય શા માટે કર્યો, અથવા તો તેઓ આ નિર્ણયની જાહેરાત સ્વદેશ આવીને પણ કરી શકતા હતા.
રમતમાંથી ક્યારે નિવૃત્તિ લેવી એ ધોનીનો વ્યક્તિગત પ્રશ્ન છે. જો કે 33 વર્ષના ભારતીય કેપ્ટન આ રીતે ટેસ્ટમાંથી નિવૃત્તિ લે તે બાબતે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ધોનીએ પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું છે કે તેઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇને ઓડીઆઇ અને ટ્વેન્ટી ટ્વેન્ટી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
જો કે ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 4માંથી બે ટોસ્ટ 2-0થી ગુમાવ્યા બાદ ત્રીજી ટેસ્ટ માંડ માંડ ડ્રો કરવામાં સફળ રહ્યા બાદ અચાનક ધોનીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી તે અંગે દરેક વ્યક્તિના મનમાં ધોની માટે પ્રશ્નો ઉદભવ્યા છે જે આ મુજબ છે...

સવાલ 1
સીરિઝની મધ્યમાં જ નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય તમને શા માટે યોગ્ય લાગ્યો?

સવાલ 2
ભારત આવતા 6 મહિના સુધી એક પણ ટેસ્ટ મેચ રમવાનું નથી, તો શા માટે આટલી ઉતાવળ કરવાની જરૂર પડી?

સવાલ 3
ટેસ્ટ મેચની કેપ્ટન્સી વિરાય કોહલીને આપી દેવા આપની પર કોઇ દબાણ હતું?

સવાલ 4
તમને કોહલીની કેપ્ટનશિપમાં રમવું મંજુર નથી?

સવાલ 5
હંમેશા પરિસ્થિતિનો સામી છાતીએ સામનો કરનારી અને ટીમ મેન તરીકે ઓળખાનારી વ્યક્તિ તરીકે આપે એક સીરિઝ બાકી છે ત્યારે કેમ મેદાન છોડ્યું? આપને એમ લાગે છે કે આપ સિડનીમાં જીતશો નહીં અને દેશના ગૌરવને બચાવી શકશો નહીં?

સવાલ 6
શું આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલા વિવાદો આપને પરેશાન કરી રહ્યા હતા?

સવાલ 7
આપનું કોહલીની કેપ્ટનશિપ અંગે શું માનવું છે? તે આપના સ્થાનની જવાબદારી બરાબર નિભાવી શકશે?

સવાલ 8
ભારતીય ટીમમાં કોઇ વિખવાદ કે વિવાદ છે? જેના કારણે આપે બ્રિસબન ટેસ્ટ પહેલા કહ્યું હતું કે ભારતીય ટીમમાં શાંતિ નથી?

સવાલ 9
શું ટીમ મેનેજર રવિ શાસ્ત્રી ટેસ્ટ ટીમની જવાબદારી આપને સોંપવાને બદલે વિરાટ કોહલીને સોંપવા પર વધારે ભરોસો રાખે છે?

સવાલ 10
નિવૃત્તિની સીધે સીધી જાહેરાત આપે પોતે શા માટે ના કરી? તેના બદલે શા માટે બીસીસીઆઇ મારફતે કરાવી ? આપના કરોડો ચાહકોની શું પ્રતિક્રિયા રહી છે? આપ તેનો જવાબ આપશો કે કોઇ પુસ્તક લખશો?