For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જબરદસ્ત શેરઃ 1 વર્ષમાં પૈસા 6 ગણા કર્યા, ટૉપ 10 શેર

જબરદસ્ત શેરઃ 1 વર્ષમાં પૈસા 6 ગણા કર્યા, ટૉપ 10 શેર

|
Google Oneindia Gujarati News

ગત એક વર્ષથી શેર બજારમાં ભારે તેજી ચાલી રહી છે. આ કારણ જ છે કે ઢગલાબંધ એવા શેર છે, જેમણે રોકાણકારોના પૈસા 1 વર્ષમાં જ 6 ગણા કરી દીધા છે. જો કે આવા શેરની સંખ્યા 100થી વધુ છે, પરંતુ અહીં અમે આવા જ ટૉપ 10 શેર વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ એજ શેર છે જે બિગ સાઈઝ કંપનીઓ છે અને લાંબા સમયમાં હજી પણ સારું એવું રિટર્ન આપી શકે છે.

શેર બજારથી ઘણું વધુ રિટર્ન છે

શેર બજારથી ઘણું વધુ રિટર્ન છે

જ્યાં સુધી શેર બજારની તેજીની વાત છે તો ગત એક વર્ષમાં સેંસેક્સ 49 ટકા વધ્યો છે. જ્યારે ટૉપ શેરોએ આનાથી 10 ગણાથી વધુ પણ રિટર્ન આપ્યું છે. સામાન્ય રીતે આવું જ થાય છે. કેટલાક શેર ઓછું તો કેટલાક શેર સારું રિટર્ન આપે છે. માટે જાણકારો જણાવે છે કે એક જ જગ્યાએ સારું રોકાણ ના કરવું. એટલે કે જો શેર ખરીદી રહ્યા હોવ તો, એકથી વધુ શેરમાં રોકાણ કરો. જેનો ફાયદો એ થાય છે કે જો એક શેર ઓછું રિટર્ન આપે છે તો અને બીજો શેર વધુ રિટર્ન આપે છે તો એવરેજ રિટર્ન સારું થઈ જાય છે. માટે ઓછામાં ઓછા 3થી 5 શેરમાં રોકાણ કરવું જોઈએ. આ ઉપરાંત આ રોકાણ ઓછામાં ઓછું 3થી 5 વર્ષનું હોવું જોઈએ.

સારું રિટર્ન આપનાર ટૉપ 10 શેર વિશે અહીં જાણો

સારું રિટર્ન આપનાર ટૉપ 10 શેર વિશે અહીં જાણો

પહેલાં જાણો સૌથી વધુ રિટર્ન આપનાર શેરનું નામ અને રિટર્ન

સૌથી વધુ રિટર્ન અદાણી ટોટલ ગેસના શેરે આપ્યું છે. આ શેરે ગત 1 વર્ષમાં 634 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 1452 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ જેએસડબલ્યૂ એનર્જી લિમિટેડનું છે. આ શેરે ગત એક વર્ષમાં 527 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 395 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

વધુ બે સારા શેર વિશે જાણો

વધુ બે સારા શેર વિશે જાણો

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ અદાણી ટ્રાંસમિશન લિમિટેડનું છે. આ શેરે ગત એક વર્ષમાં 475 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસે 1687 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ બાલાજી એમાઈન્સ લિમિટેડનું છે. આ શેરે ગત એક વર્ષમાં 431 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 4464.70 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

વધુ બે સારા શેર વિશે જાણો

વધુ બે સારા શેર વિશે જાણો

સૌથી વધુ રિટર્ન આપનાર શેરનું નામ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ છે. આ શેરે ગયા એક વર્ષમાં 397 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 1646.35 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ ટ્રાઈડેંટ લિમિટેડ છે. આ શેરે ગયા એક વર્ષમાં 394 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 38.45 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

વધુ બે સારા શેર વિશે જાણો

વધુ બે સારા શેર વિશે જાણો

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ એચએફસીએલ છે. આ સેરે ગયા એક વર્ષમાં 347 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અ્ંતિમ કારોબાર દિવસ પર 78.95 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ હૈપિએસ્ટ માઈંડ્સ ટેક્નોલોજી છે. આ સેરે ગયા એક વર્ષમાં 331 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 1410 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

વધુ બે સારા શેર વિશે જાણો

વધુ બે સારા શેર વિશે જાણો

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ છે. આ શેરે ગયા એક વર્ષમાં 321 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 2080 રૂપિયાના સ્તરે બંધ થયો છે.

સૌથી વધુ રિટર્ન આપનાર અન્ય શેરનું નામ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ છે. આ સેરે ગયા એક વર્ષમાં 307 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેર અંતિમ કારોબાર દિવસ પર 793 રૂપિયાના સ્તરે બંધ થયો.

English summary
these 10 shares gave 6 times return in last 1 year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X