For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૉપ 5 એજ્યુકેશન લૉન ટેક્સ ડિડક્શન

એજ્યુકેશન સમાજના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના પબ્લિક ફાઈનાન્સની જરૂરિયાતને સાર્વભૌમિક સ્વીકૃતી છે.

|
Google Oneindia Gujarati News

એજ્યુકેશન સમાજના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના પબ્લિક ફાઈનાન્સની જરૂરિયાતને સાર્વભૌમિક સ્વીકૃતી છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે પબ્લિક ફંડિંગ શક્ય નથી. એ રીતે હાયર એજ્યુકેશનના મહત્વને જાણવા અને હાયર એજ્યુકેશન પાછળ થતા ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા કલમ 80 ઈ અંતર્ગત એજ્યુકેશન લોન પર ટેક્સ ડિડક્શન અપાયું છે.

આ પણ વાંચો: રોકાણના 5 વિકલ્પ, જે ગેરંટીથી કરાવશે ફાયદો

જેનો હેતુ એજ્યુકેશન લોન લેનાર લોકો પર ટેક્સનો બોજ ઓછો કરવાનો અને લોન લેવા પ્રોત્સાહન આપવાનો છે. જો કે ટેક્સમાં છૂટનો દાવો કરવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે. એજ્યુકેશન લોન પર ટેક્સ બેનિફિટ માટે અહીં અપાઈ છે એક યાદી.

પ્રિન્સિપલ કમ્પોનેન્ટ ડિડક્શન માટે ક્વોલિફાય નથી

પ્રિન્સિપલ કમ્પોનેન્ટ ડિડક્શન માટે ક્વોલિફાય નથી

લોન લેનાર લોકો હંમેશા ટેક્સ બેનિફિટને ખોટી રીતે સમજે છે. હોમ લોનના EMIની મૂડી અને વ્યાજ એમ બંને પર 80 સી અને 24 બી મુજબ ટેક્સ ડિડક્શન મળે છે.

જો કે એજ્યુકેશન લોનમાં મૂળ રાશિનો પુનર્ભુગતાન ટેક્સ બેનિફિટ માટે યોગ્ય નથી. એજ્યુકેશન લોનની EMIનું વ્યાજ માત્ર 80 સી અંતર્ગત જ ટેક્સ બેનિફિટમાં કાઉન્ટ થાય છે.

દરેક એજ્યુકેશન લોન પર નથી મળતું ટેક્સ ડિડક્શન

દરેક એજ્યુકેશન લોન પર નથી મળતું ટેક્સ ડિડક્શન

કલમ 80 ઈ અંતર્ગત મળતો ટેક્સ લાભ ફક્ત બેન્કમાંથી લેવાયેલી લોન, આવકવેરા નિયમ અંતર્ગત નક્કી કરાયેલા સંસ્થઆન અને ધાર્મિક સંસ્થાનો પર જ જ મળે છે. તમે હાયર એજ્યુકેશન માટે પરિવાર કે મિત્રો પાસેથી રકમ ઉધાર લીધી હોય તો તેના પર ટેક્સ ડિડક્શન ન માગી શકો.

આ જ રીતે તમામ NBFC એજ્યુકેશન લોન ટેક્સ ડિડક્શનને પાત્ર નથી. એજ્યુકેશન લોન પર ટેક્સ બેનિફિટ મેળવવા માટે માત્ર એજ એજ્યુકેશન લોન પર ટેક્સ બેનિફિટ મળશે જે લોન તમે સરકારી રાજપત્ર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત NBFCમાંથી લીધી છે.

ટેક્સ ડિડિક્શન લિમિટ 8 વર્ષ માટે કેપ્ડ છે.

ટેક્સ ડિડિક્શન લિમિટ 8 વર્ષ માટે કેપ્ડ છે.

એજ્યુકેશન લોનની લિમિટ 15 વર્ષ સુધઈની હોય છે. જો કે કલમ 80 ઈ અંતર્ગટ ટેક્સ ડિડક્શનનો લાભ 8 વર્ષ સુધી જ મળે છે. તમે EMI ભરવાના શરૂ કરો ત્યાંથી 8 વર્ષ સુધી ટેકસ બેનિફિટ માગી શકો છો.

દાખલા તરીકે તમે 12 વર્ષના ગાળામાં તમારી એજ્યુકેશન લોનના EMI ચૂકવ્યા છે, તો કલમ 80 ઈ અંતર્ગત ટેક્સ બેનિફિટનો દાવો EMI શરૂ થવાના 8 વર્ષ સુધઈ લાગતા વ્યાજ માટે જ કરી શકાય છે.

હાયર એજ્યુકેશન માટે લીધેલી લોન પર જ મળશે ટેક્સ ડિડક્શન

હાયર એજ્યુકેશન માટે લીધેલી લોન પર જ મળશે ટેક્સ ડિડક્શન

કલમ 80 ઈ અંતર્ગત ટેક્સ ડિડક્શન ફક્ત હાયર એજ્યુકેશનની લોન પર જ મળી શક્શે. કલમ 80 ઈમાં ઉચ્ચ શિક્ષણનો અર્થ માધ્યમિક શિક્ષણ કે સરકાર કે સ્થઆનિક અધિકારીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ શિક્ષણ સંસ્થા, બોર્ડ કે યુનિવર્સિટીને સમકક્ષ વરિષ્ઠ માધ્યમિક પરીક્ષા પાસ કર્યા બાદ કરવામાં આવતા કોર્સને ગણાવાયો છે.

એટલે સુધી કે ભારતની બહાર પ્રોફેશનલ એજ્યુકેશન માટે લીધેલી લોન પણ 80 ઈ અંતર્ગત ટેક્સ ડિડક્શનને પાત્ર છે. જો કે આ કોર્સ હાયર એજ્યુકેશનમાં સમાવિષ્ટ હોય તે જરૂરી છે.

કાયદાકીય રીતે વાલીએ લીધેલી લોન જ ટેક્સ ડિડક્શનને પાત્ર છે.

કાયદાકીય રીતે વાલીએ લીધેલી લોન જ ટેક્સ ડિડક્શનને પાત્ર છે.

પોતાના માટે, પતિ, બાળકો કે પછી એવા વિદ્યાર્થી જેની જવાબદારી કાયદાકીય રીતે તમારી છે, તેના માટે લીધેલી એજ્યુકેશન લોન જ ટેક્સ ડિડક્શનને પાત્ર છે. આ રીતે માતા પિતા અને કાયદેસરના કેરટેકર દ્વારા ચૂકવાતા વ્યાજ પર તેઓ ટેક્સ ડિડક્શનનો દાવો કરી શકે છે.

જો કે કોઈ પોતાના ભાઈ કે અન્ય સગાસંબંધીઓ માટે લેવાયેલી એજ્યુકેશન લોન પર ટેક્સ ડિડક્શનનો દાવો નથઈ કરી શક્તું.

English summary
only these things can be included in tax deduction for education loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X