For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કુલ 138 અબજપતિ, મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

ભારતમાં કુલ 138 અબજપતિ, મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશ દુનિયામાં ચાલુ આર્થિક નરમીની વચ્ચે વર્ષ 2019માં ભારતમાં દર મહિને ત્રણ નવા અબજપતિ બન્યા છે અને તેમને મેળવી અબજપતિઓની કુલ સંખ્યા 138 સુધી પહોંચી ગઈ છે. જે ચીન અને અમેરિકા બાદ સૌથી વધુ છે. રિલાયન્સ ગ્રૂપના પ્રમુખ મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 67 અબજ ડૉલર છે. જ્યારે તેઓ વિશ્વના ટૉપ 10 અમીર વ્યક્તિઓમાં નવમા સ્થાને છે. આ યાદીમાં જો ભારતથી બહાર રહેતા ભારતીય મૂળના અબજપતિઓને પણ જોડી દેવામાં આવે તો આ સંખ્યા 170 સુધી પહોંચી જશે.

mukesh ambani

હરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2020 મુજબ 799 અબજપતિઓની સંખ્યાની સાથે ચીન યાદીમાં પહેલા સ્થાને છે અને 626 અબજપતિઓ સાથે અમેરિકા બીજા નંબર પર છે. એક અબજ ડૉલરથી વધુની નેટવર્થ ધરાવતા વ્યક્તિઓની ગણતરીના આધારે આ યાદી બનાવવામાં આવી છે. આ હિસાબે દુનિયામાં કુલ 2817 અબજપતિ છે. એમેઝોનના ડૉટ કૉમના જેફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ 140 અબજ ડૉલર છે. જે બાદ 107 અબજ ડૉલરની નેટવર્થ સાથે એલએમવીએચના બર્નાર્ડ ઑરનૉલ્ડ બીજા અને 106 અબજની નેટવર્થ સાથે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ ત્રીજા સ્થાને છે.

આ વર્ષે યાદીમાં 480 અબજપતિ ઉમેરાયા છે. દેશમાં સૌથી વધુ 50 અબજપતિ મુંબઈમાં, 30 અબજપતિ દિલ્હીમાં, 17 અબજપતિ બેંગ્લોરમાં અને 12 અબજપતિ અમદાવાદમાં છે. દેશમાં 27 બજ ડૉલરની નેટવર્થ સાથે એસ.પી હિંદુજા પરિવાર બીજા સ્થાને છે. 17 અબજ ડૉલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. કોટક બેંકના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડૉલર છે અને તેઓ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે તેઓ દુનિયામાં ખુદના દમ પર સંપત્તિ બનાવનાર સૌથી અમીર વ્યક્તિ છે.

દિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દોદિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દો

English summary
total 138 billionaires in india, mukesh ambani ranks first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X