સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ? સરકાર કરી રહી છે પ્રયત્નો

Written By:
Subscribe to Oneindia News

વર્તમાન સ્થિતિમાં દરેક રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો અલગ-અલગ છે, પરંતુ જલ્દી જ દરેક જગ્યાએ પેટ્રોલ-ડીઝલનો એક જ ભાવ થાય એવું બને. સરકાર તરફથી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવશે. દરેક રાજ્ય નેચરલ ગેસ પર વેલ્યુ એડેડ ટેક્સ 5 ટકા રાખવાનો તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાતા ડીઝલ-પેટ્રોલ જેવા અન્ય ઇંધણો પર વેટનો દર ઓછો કરવા માટે માની ગયા છે.

petrol

સસ્તા થશે ડીઝલ-પેટ્રોલ

એકવાર રાજ્યમાં આ અંગે રૂપરેખા તૈયાર થયા બાદ, જીએસટી કાઉન્સિલ આ સ્કિમ પર વિચાર કરશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ અંગે કાઉન્સિલ જ અંતિમ નિર્ણય લેશે. આ અંગે અધિકૃત રીતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ચર્ચા થઇ છે. જો પેટ્રોલિયમ પ્રોડક્ટ પર આખા દેશમાં એક સમાન કરને મંજૂરી મળે, તો એ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી થશે, જ્યાં વધુ વેટ વસૂલવામાં આવી રહ્યો છે.

diesel

રાજ્યો લેશે નિર્ણય

જીએસટી લાગુ કરતાં પહેલા જ કેન્દ્ર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીની શ્રેણીમાં લાવવા માંગતું હતું, પરંતુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી જ રાજ્યોને સૌથી વધુ આવક મળે છે, આથી રાજ્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. હવે રાજ્યોએ જ આ અંગે એક રૂપરેખા તૈયાર કરી જીએસટી કાઉન્સિલને આપવાની છે, જેની પર આખરી નિર્ણય કાઉન્સિલનો હશે.

pertoi-diesel

પેટ્રોલિયમ મંત્રીની ઇચ્છા

પેટ્રોલિયમ મંત્રી ધરમેન્દ્ર પ્રધાન પણ બુધવારે કહ્યું હતું કે, તેમણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીની શ્રેણીમાં લાવવાની વકાલત કરી હતી. જીએસટી કાઉન્સિલે આ અંગે વિચાર કરવો જોઇએ. આ સર્વે પરથી લાગે છે કે, જો બધું બરાબર પાર પડ્યું તો જલ્દી જ સમગ્ર દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમત એક સમાન થઇ જશે.

English summary
Uniform tax on petroleum products may not remain a pipe dream.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.