નોટબંધી વખતે જમા થયેલા 1.7 લાખ કરોડ રૂપિયા પર RBIને શંકા!

Posted By:
Subscribe to Oneindia News

ગત વર્ષે નોટબંધી પછી સરકારે 500 અને 1000ની નોટેને રદ્દ કરી લોકોને તેને બદલવા માટે અને જમા કરવા 50 દિવસનો જે સમય આપ્યો હતો તે વખતે બેંકોમાં નોટો જમા કરવાની હોડ લાગી હતી. હવે આરબીઆઇને નોટબંધી દરમિયાન જમા થયેલા 1.7 લાખ કરોડ રૂપિયા પર શંકા છે. રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાના રિસર્ચ પેપરમાં આ વાતને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી છે. નોટબંધી વખતે જમા કરાયેલા 1.7 લાખ કરોડ રૂપિયાને આરબીઆઇ અસમાન્ય માની રહી છે. આવું એટલા માટે કે આરબીઆઇના રેકોર્ડ મુજબ નોટબંધીના કારણે બેંકિગ સિસ્ટમમાં 2.8 થી 4.8 લાખ કરો રૂપિયા વધારાના જમા થયા.

money

નોટબંધી દરમિયાન 1.7 લાખ કરોડ તેવા ખાતામાં જમા કરવામાં આવ્યા જે ઓછા એક્ટિવ હતા. નોટબંધી પહેલા તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો. પણ નોટબંધી વખતે આ ખાતાઓમાં 1.7 લાખ કરોડ રૂપિયા જમા થયા. આ રિસર્ચ પેપરમાં આ અસામાન્ય ડિપોઝીટને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી છે. નોટબંધીના કારણે બેંકોમાં કેશ ડિપોઝીટમાં ભારે વધારો થયો હતો. જેમાં ફાયનેંશિયલ સેવિંગને મજબૂતી મળી હતી. આ રિપોર્ટ મુજબ નોટબંધીના કારણે ઘરમાં કેશ જમા કરની રાખવાનું ચલણ ઓછું થયું હતું. લોકો હવે બચતના પૈસા ઘકમાં રાખવાના બદલે બેંકોમાં રાખવા લાગ્યા છે. જે બેંકો માટે એક સારી ખબર છે. જેનાથી ભારતની કેપિટલ માર્કેટને ફાયદો મળી રહ્યો છે.

English summary
Unusual’ cash deposits totalling Rs 1.6-1.7 lakh crore were made during the demonetisation period, says a research paper posted on the RBI website.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.