વિક્રમ પંડિત જેએમ ફાઇનાન્શિયલમાં હિસ્સો ખરીદશે

ભારતમં જન્મેલા પંડિત જેએમ ફાઇનાન્શિયલમાં ત્રણ ટકા હિસ્સો ખરીદવા માટે એક સમયે પોતાના બિઝનેસ એસોસિએટ રહેલા હરિ ઐયર એન્ડ એસોસિએટ્સ સાથે હાથ મિલાવશે. આ અંતર્ગત તેઓ 45 કરોડ રૂપિયાના મૂલ્યના વોરન્ટ ખરીદશે. પંડિતની જીએમ ફાઇનાન્શિયલની બિન બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી)માં રોકાણની પણ યોજનાઓ છે.
જેએમ ફાઇનાન્શિયલે પોતાના પ્રસ્તાવિત બેંકિંગ એકમ માટે પંડિતને બિનકાર્યકારી ચેરમેન નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. એક નિવંદન અનુસાર પંડિત તથા હરિ ઐયર પાસે પ્રસ્તાવિત બેંકમાં શેર ખરીદવાનો અધિકાર પણ હશે.
આ મુદ્દે પંડિતના જણાવ્યા અનુસાર તેમનો ભારતમાં લાંબાગાળાના વિકાસ પરિદ્રશ્યમાં વિશ્વાસ છે. જેએમ ફાઇનાન્શિયલ દેશની જરૂરિયાતોના હિસાબથી બેંકિગ અને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે.












Click it and Unblock the Notifications
