For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણકારોને આકર્ષવા માટે NFOના માળખામાં કેવા ફેરફાર કરાયા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓક્ટોબર : કેન્દ્રીય બજેટ બાદ ટેક્સ નિયમોમાં ફેરફારથી ફટકો પડ્યો છે તેવા દેવા સાધનોના રોકાણને ફરી આકર્ષવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ તેમની ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ)ના માળખામાં કુનેહપૂર્વક ફેરફાર કરી રહ્યા છે. આ ફેરફારો કેવી રીતે કરવામાં આવી રહ્યા છે તે અંગે અંગ્રેજી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા અહેવાલ અનુસાર આ ફેરફારો ધીમા છે. પરંતુ પાયાથી ફેરફાર થઇ રહ્યા છે.

કોટક ઇક્વિટી સેવિંગ ફંડ્સ અને જેપી મોર્ગન ઇક્વિટી સેવિંગ ફંડ્સના એનએફઓનું ભંડોળ આબ્રિટ્રેજ, ઇક્વિટી અને ડેટમાં સંયુક્તપણે રોકવામાં આવશે. આવા ફંડ્સના પોર્ટફોલિયોની એવી રીતે રચના કરશે કે જેથી શેરો અને આર્બિટ્રેજ માટેનું રોકાણ ૬૫ ટકાથી ઊંચા સ્તરે રહે. તેનાથી આવી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સો ટેક્સના હેતુ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તરીકે વર્ગીકૃત થશે.

mutual-fund-4

ટેક્સના હાલના કાયદા મુજબ જો રોકાણકારો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનું રોકાણ એક વર્ષ બાદ પાછું ખેંચી લે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડતો નથી. જો રોકાણકારો એક વર્ષ પહેલાં રિડેમ્પશન કરે તો તેમણે 15 ટકા લેખે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે.

આની સામે ડેટ ફંડ્સના રોકાણકારો જો 36 મહિના પહેલાં રોકાણને પાછું ખેંચી લે તો માર્જિનલ ટેક્સ રેટ્સ લાગુ પડે છે. ડેટ ફંડ્સમાં 36 મહિના પછી રિડેમ્પશનના કિસ્સામાં ઇન્ડેક્સેશન સાથે 20 ટકાનો અથવા ઇન્ડેક્શન વગર 10 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે.

હજુ માત્ર બે મ્યુચ્યુઅલ ફંડ્સે આવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, પરંતુ એસેટ મેનેજર્સ આવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની વિચારણા કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

કેટલાક ફંડ મેનેજર્સ આવી સ્કીમ્સ માટે રોકાણકારોના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે કોટક ઇક્વિટી સેવિંગ ફંડ કેશ ફ્યુચર્સ માર્કેટમાં આર્બિટ્રેજ તકોમાં તેના કુલ ભંડોળમાંથી 50થી 75 ટકા ભંડોળનું રોકાણ કરશે.

આ ઉપરાંત 15થી 25 ટકા રોકાણ હેજિંગ વગરની ઇક્વિટીમાં અને બાકીનું ભંડોળ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકશે. તેનાથી ઇક્વિટી પ્લસ આર્બિટ્રેજનું રોકાણ 65 ટકાથી ઊંચા સ્તરે રહેશે. પોર્ટફોલિયોના ઇક્વિટી હિસ્સાનું લાર્જ-કેપ શેરોમાં ઝોક સાથે સક્રિયપણે સંચાલન થશે. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટના કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને શોર્ટ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરાશે.

આવા એનએફઓને ઇક્વિટી ફંડ્સની જેમ ટેક્સ લાગુ પડશે. તેથી ઊંચા ટેક્સ સ્લેબમાં આવતા રોકાણકારોને લાભ થશે. મુંબઈ સ્થિતિ ડિસ્ટ્રિબ્યુટર મની હની ફાઇનાન્શિયલ સર્વિસિસના એમડી અને સીઇઓ અનુપ ભૈયા જણાવે છે કે 'બે વર્ષ અને તેના કરતાં ઊંચી મુદત તથા નીચી વોલેટિલિટી ઇચ્છતા હોય તેવા હાઈ ટેક્સ બ્રેકેટમાં આવતા રોકાણકારો ટેક્સના લાભ માટે આવા ફંડ્સની વિચારણા કરી શકે છે.'

તેમની ધારણા મુજબ રોકાણકારોને આવી પ્રોડક્ટ્સમાં 8થી 10 ટકાનો ફાયદો થઈ શકે છે. જો રોકાણકારોને ડેટ ફંડ્સમાં એક વર્ષ બાદ મન્થલી ઇન્કમ પ્લાન (એમઆઇપી)માં 10 ટકા વળતર મળે તો અને તેઓ 30 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવતા હોય તો તેમનું ટેક્સ પછીનું વળતર સાત ટકા થયા છે. આની સામે કોટક ઇક્વિટી સેવિંગ ફંડ્સમાં જો 10 ટકા વળતર મળે તો તેમને સંપૂર્ણ 10 ટકા વળતર મળે છે, કારણ કે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

English summary
What changes made in NFO structure to attract investors?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X