For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં શું કવર થાય છે?

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયની માંગ જોઇને ઇન્શ્યોરન્સ કંપનીઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ પુરો પાડે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસી એ ટ્રાવેલરની જરૂરિયાતને આધારે તૈયાર કરવામાં આવે છે. જો કે વ્યક્તિએ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેતા પહેલા પોલિસીઓ ચેક કરવી જોઇએ અને તેમને જે બેસ્ટ લાગે તે લેવી જોઇએ.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ જે બાબતો આવરી લેવામાં આવે છે તે આ મુજબ છે...

12-1418367485-stock-markets-2

1) કેશલેસ સુવિધા સાથે કે વગર મેડિકલ એક્સપેન્સિસ
2) પર્સનલ એક્સિડન્ટ
3) સામાન ખોવાઇ જવો
4) સામાનના આગમનમાં વિલંબ થવો
5) પાસપોર્ટ ખોવાઇ જવો
6) પ્રવાસમાં વિલંબ
7) સ્વદેશ પરત ફરવું
8) ડેડ બોડીનું ટ્રાન્સપોર્ટેશન વગેરે

પ્રિમિયમ કેવી રીતે લેવાય છે?
કેટલી રકમનો વીમો અને કેવા પ્રકારનો વીમો લીધો છે તેના આધારે પ્રિમિયમ નક્કી થાય છે. આ ઉપરાંત કયા દેશમાં પ્રવાસ કરવાના છો, કેટલી ઉંમર છે, કેટલા સમય માટે ટ્રાવેલ કરવાના છો વગેરે પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસીમાં શું કવર નથી થતું?
પોલિસીમાં કઇ બાબતોનો સમાવેશ નથી કરાયો તે અંગે આપે વિગતો માહિતી મેળવવી જોઇએ. સામાન્ય રીતે આ બાબતો કવર થતી નથી.
પ્રિ એક્ઝિસ્ટિંગ ડીસીઝ
વૉર રિસ્ક
આત્મહત્યા અને પાગલપણું
જોખમી સ્પોર્ટ્સ

ક્લેઇમ પ્રોસેસ શું છે?
અહીં એ સમજવું મહત્વનું છે કે જ્યારે આપ વિદેશમાં પ્રવાસે હોવ અને કોઇઘટના બને ત્યારે ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કેવી રીતે કરવો. સામાન્ય રીતે પોલિસીમાં હોટલાઇન નંબર્સ આપેલા હોય છે. આ નંબર્સ પર ક્લેઇમ સંબંધિત માહિતી આપવાની હોય છે. આ ઉપરાંત આપે લોકલ પોલીસ, એમ્બસી, ટ્રાન્સપોર્ટેશન કંપની વગેરેના અધિકારીઓને પણ સાથે રાખવા જોઇએ. કંપનીને પણ તે અંગેની જાણ કરવી જોઇએ.

મોટા ભાગે દરેક ટ્રાવેલ પોલિસીની સાથે તેનું કલેઇમ ફોર્મ આવે છે. તેનો ઉપયોગ કરી શકાય છે.

English summary
What Does Travel Insurance Cover?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X