For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : કોલસા ખાણોના ઇ ઓક્શનની શું અસર થશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર : રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ખાનગી કંપનીઓને કોલસા ખાણોના ઇ ઓક્શન સંબંધિત વટહુકમને પોતાની મંજુરી આપી દીધી છે. કેબિનેટ દ્વારા ગત સોમવારે આ અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પાછલા મહિને આપેલા એક ચૂકાદામાં વર્ષ 1993 બાદથી ફાળવવામાં આવેલી તમામ કોલસા ખાણોની ફાળવણી રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે ઉભી થયેલી સ્થિતિઓને જોતા એક વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાને નિષ્ણાતો કોલસા ક્ષેત્રમાં સુધારાની દિશામાં આગળ વધવાની સીડી માને છે.

ઇ ઓક્શન થયા બાદ શું અસર થશે તે જાણવા આગળ ક્લિક કરો...

1

1


વીજળી, લોખંડ જેવી કોલસાનો વધુ વપરાશ કરતી કંપનીઓને પોતાના ઉપયોગ માટે કોલસા ખાણો માટે લિલામી કરવાની તક મળશે.

2

2


સિમેંટ, વીજળી, લોખંડ ક્ષેત્રની કંપનીઓ માટે ઇ ઓક્શનમાં મોટી સંખ્યામાં કોલસા ખાણો મૂકવામાં આવશે.

3

3


કેન્દ્ર અને રાજ્ય સરકારોમા એનટીપીસી અને રાજ્ય વિદ્યુત બોર્ડોને કોલસા ખાણોમાંથી સીધો પુરવઠો પહોંચાડી શકાશે.

4

4


આ કારણે ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ જેવા રાજ્યોને સર્વાધિક લાભ મળશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશને પણ ફાયદો થશે.

દોષિત કંપનીઓ ભાગ નહીં લઇ શકે

દોષિત કંપનીઓ ભાગ નહીં લઇ શકે


ઇ ઓક્શન અંગે નાણા પ્રધાન અરૂણ જેટલીનું કહેવું છે કે જે કંપનીઓ દોષિત છે તેઓ ઇ ઓક્શનમાં ભાગ લઇ શકશે નહીં.

English summary
What will impact of Paving the way for e auction of coal blocks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X