કોણ છે ઇન્ફોસિસના વચગાળાના એમડી અને સીઓઓ જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ફોસિસના જૂના એમડી અને સીઓઓ વિશાલ સિક્કાના રાજીનામાં બાદ ઇન્ફોસિસે તેના વચગાળાના એમડી અને સીઓઓ પદ માટે યુ બી પ્રવીણ રાવની પર પસંદગી ઉતારી છે. પ્રવીણ પાસે હાલ કંપનીની તમામ સ્ટ્રેર્જી અને ઓપરેશન જવાબદારીઓનો કારભાર છે. વિશાલ સિક્કાના નીકળી જવાથી તેમના તાત્કાલિક રૂપે આ કંપનીનો કારભાર સોંપવામાં આવ્યો છે. ઇન્ફોસિસના આ નવા સીઓઓ યુ બી પ્રવીણ રાવ લાંબા સમયથી ઇન્ફોસિસના અનેક મહત્વના પદ પર કામ કરી ચૂક્યા છે અને કદાચ આ જ કારણ છે કે કંપનીએ હાલ તેમની કંપનીનો કારભાર સોંપ્યો છે.

U B Pravin Rao

પ્રવીણ રાવ પાસે 30 વર્ષનો અનુભવ છે અને તે 1986થી ઇન્ફોસિસ સાથે જોડાયેલા છે. આ સમય દરમિયાન તેમણે ક્લાયન્સ રિલેશનશીપ, સેલ્સ અને ડિલેવરી જેવા અનેક મહત્વની પોસ્ટ પર કામ કંપનીમાં કામ કર્યું છે. તે યુરોપના ડિલેવરી હેડ રહી ચૂક્યા છે, સાથે જ ઇન્ફાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસના હેડ અને કન્ઝ્યૂમર પેકેજ ગુડ્સ, લોજીસ્ટિક અને લાઇફ સાયન્સ જેવા પદો પર પણ કામ કરી ચૂક્યા છે. સાથે જ તે ઇન્ફોસિસ બીપીઓના ચેરમેન રહી ચૂક્યા છે. હાલ તેમની સેલરી 6.4 કરોડની માનવામાં આવી રહી છે. અને હાલ તેમની બેઝિક સેલરી $109,583 છે અને બોનસ અને અન્ય ફાયદો સાથે $616,509 તેમને મળે છે.

English summary
Infosys COO U B Pravin Rao has been named as the Interim- MD and CEO of the firm. Read here Who is U B Pravin Rao?
Please Wait while comments are loading...