For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં કેમ લાર્જ કેપ ફંડમાં રોકાણ રહેશે સુરક્ષિત?

|
Google Oneindia Gujarati News

વીતેલા વર્ષ 2014માં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના એપ્રોચમાં મોટો બદલાવ જોવા મળ્યો. કારણ કે ફંડ હાઉસ ઇચ્છતા હતા કે તેમની પાસે આવેલા નાણા વધાર સમય સુધી તેમની પાસે રહે. આ માટે માર્કેટમાં ક્લોઝ્ડ એન્ડેડ ફંડ રજૂ કરવામાં આવ્યા. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ 42 સ્કીમ્સ રજૂ કરીને 2014માં રૂપિયા 8000 કરોડ એકત્ર કર્યા હતા. જો કે કંપનીઓની આ પ્રેક્ટિસ સામે સેબીએ લાલ આંખ પણ કરી હતી. જો કે આ ફંડમાં રોકાણકારોએ 60ટકાથી લઇને 80 ટકા સુધીનું ભારેખમ વળતર પણ મેળવ્યું છે.

હવે રોકાણકારો વિચારી રહ્યા છે કે 2015માં સ્થિતિ કેવી રહેશે અને ક્યાં રોકાણ કરવું હિતાવહ રહેશે? આ માટે અમે અહીં કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ...

ક્લોઝ એન્ડેડ સ્કીમ

ક્લોઝ એન્ડેડ સ્કીમ


ઇતિહાસ દર્શાવે છે કે ફંડ હાઉસીસ કોઇ થીમ પર સ્કીમ્સ રજૂ કરે છે. વર્તમાન સમયમાં કંપનીઓ ક્લોઝ એન્ડેડ ફંડ લાવી રહી છે. આ સિલસિલો કેટલાક સમય સુધી ચાલી શકે છે. પણ જો આપ ટ્રેડિશનલ ઓપન એન્ડેડ ડાયવર્સિફાઇડ ફંડ્સમાં રોકાણ ચાલુ રાખશો તો આપને ફાયદો થશે.

મોટા ફંડ છે સુરક્ષિત

મોટા ફંડ છે સુરક્ષિત


2014માં જે ફંડ્સની એસેટ સાઇઝ મોટી હતી, તેવા ફંડ પાસેથી 2015 સારા રિટર્નની અપેક્ષા રાખવી યોગ્ય નથી. કારણ કે નવા વર્ષમાં માર્કેટનું વેલ્યુએશન પણ વધ્યું છે. આ કારણે એવા ફંડમાં રોકાણ કરી રાખો જે છેલ્લા ઘણા વર્ષોથી સારું પરફોર્મન્સ આપી રહ્યા હોય.

નોન ઇક્વિટી ફંડ

નોન ઇક્વિટી ફંડ


માત્ર ટેક્સ બચતનો વિચાર કરીને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું જોઇએ નહીં. ટેક્સ રિજિમમાં ક્યારે પણ ફેરફાર થઇ શકે છે. તેની સીધી અસર આપના રોકાણ પર પડે છે. જેના કારણે ફાઇનાન્શિયલ ગોલ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી નડશે. 3 વર્ષથી વધારે સમયના ડેટ ફંડ્સ હજી પણ ટેક્સની દ્રષ્ટિએ ફિક્સડ ડિપોઝિટથી વધારે સારા છે. આ માટે લોંગ ટર્મ બોન્ડ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ.

ડાયરેક્ટ પ્લાનને પસંદ કરો

ડાયરેક્ટ પ્લાનને પસંદ કરો


ડોયરેક્ટ પ્લાન દર્શાવી રહ્યા છે કે કેવી રીતે એક્સપેન્સ રેશિયોમાં નાનકડો ફેરફાર કેટલી મોટી અસર કરી શકે છે? ભલે આ ગેપ આજે દેખાતી ના હોય પણ લાંબા ગાળે તેની મોટી અસર પણ જોવા મળી શકે છે.

એક્ઝિટ લોડમાં ફેરફાર

એક્ઝિટ લોડમાં ફેરફાર


કોઇ સ્કીમમાં પાયામાં ફેરફાર કરવાથી રિટર્ન પર મોટી અસર પડી શકે છે. આ માટે સ્કીમના સ્ટ્રક્ચર પર હંમેશા નજર રાખવી જોઇએ.

English summary
Investment in large cap funds to be safer bets in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X