For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આ વખતે પણ ઇન્ફોસિસ Q3ના રિઝલ્ટ્સમાં કમાલ કરી શકશે?

|
Google Oneindia Gujarati News

વર્ષ 2014માં ગયેલા ક્વાર્ટર્સમાં ભારતની અગ્રણી આઇટી કંપનીઓ પૈકી એક ઇન્ફોસિસે તેના ત્રિમાસિક પરિણામોના આંકડાઓથી સૌને ચોંકાવી દીધા હતા. જેમાં ઇન્ફોસિસે રોકાણકારોની આશા ઉપર પાણી ફેરવ્યા બાદ રોકાણકારોને ખૂબ ગેલમાં પણ લાવી દીધા હતી.

આ કારણે માનવામાં આવે છે કે 9 જાન્યુઆરી, 2015ના રોજ તેના નાણાકીય વર્ષ 2014-15ના ક્વાર્ટર 3 (Q3)ના પરિણામો જાહેર થવાના છે ત્યારે ઇન્ફોસિસના શેર્સમાં મોટી વધઘટ જોવા મળી શકે છે.

કંપની આ વખતે તેની માર્કેટ ખૂલે તે પહેલા 9 વાગે પરિણામ જાહેર કરવાની પરંપરામાં બદલાવ કરીને આ વખતે બપોરે 12.30 કલાકે પોતાના પરિણામો જાહેર કરશે. આ બાબત હવે જાણીતી છે. કંપનીએ આમ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કે રિલાયન્સ અને ટીસીએસ કંપનીઓની જેમ માર્કેટ અવર્સ બાદ પરિણામો જાહેર કરવાથી મોટી વોલેટિલિટી એટલેકે વધઘટ ટાળી શકાય છે.

infosys-1

ઇન્ફોસિસના Q3 2014-15ના પરિણામો કેવા હશે?
સામાન્ય સંજોગોની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટર એટલે કે ડિસેમ્બર સુધીના ક્વાર્ટરના પરિણામો મોટા ભાગની આઇટી કંપનીઓ માટે નબળા રહેતા હોય છે. કારણ કે આ સમયગાળામાં સૌથી વધારે રજાઓ આવતી હોય છે. ઇન્ફોસિસ માટે પણ આ બાબત લાગુ પડે છે.

એનાલિસ્ટોનું માનવું છે કે કંપનીના માર્જિનમાં અડધાથી એક ટકા સુધીનો ફેર પડી શકે છે. ઇન્ફોસિસ માટે બીજો મોટો પડકાર ક્રોસ કરન્સી અંગેની ચિંતા છે. આ કારણે ડોલરમાં થતી આવકમાં માત્ર એક ટકા જેટલો વધારો નોંધાઇ શકે છે. જ્યારે આપણી કરન્સીમાં 2થી 3 ટકાનો વધારો નોંધાઇ શકે છે.

ભવિષ્યમાં શું ધ્યાન રાખવું?
ઇન્ફોસિસના પરિણામો જાહેર થિ જાય તે પછી શું કરવું તે એક મોટો પ્રશ્ન છે. રેવન્યુ ગાઇડન્સ અને ફ્યુચર આઉટલુક સ્ટોક માટે મહત્વના રહેશે. મોટા ભાગના એનાલિસ્ટોનું માનવું છે કે કંપની નવા વર્ષમાં પણ તેના 7થી 9 ટકાના રેવન્યુ ગાઇડન્સને જાળવી રાખશે.

કંપનીના સીઇઓ વિશાલ સિક્કા દ્વારા અમલી બનાવવામાં આવેલી વ્યૂહરચના મહત્વની સાબિત થશે. એનાલિસ્ટો આગળ વિશાલ સિક્કા કેવા નિર્ણયો લેશે તેના પર નજર રાખી રહ્યા છે.

માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે પરિણામોના દિવસે ઇન્ફોસિસના સ્ટોક્સમાં 7થી 20 ટકાનો વધારો કે ઘટાડો નોંધાઇ શકે છે.

English summary
Will Infosys Surprise with Quarterly Numbers (Q3 2014-15) Once Again?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X