For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું ગાયની મજાક ઉડાવવા બદલ પત્રકાર અને કાર્યકર્તાની ધરપકડ થઈ?

Fact Check: શું ગાયની મજાક ઉડાવવા બદલ પત્રકાર અને કાર્યકર્તાની ધરપકડ થઈ?

|
Google Oneindia Gujarati News

એક સમાચાર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારતમાં બે લોકોને ગૌમૂત્ર અને છાણથી કોરોનાવાયરસ ઠીક નથી થતો તે કહેવા પર પકડી લેવામાં આવ્યા છે. મેલ ઓનલાઈનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રાજનેતાઓની ફરિયાદ બાદ બંનેને 45 દિવસથી બંધ રાખવામાં આવ્યા છે. કાર્યકર્તા ઈરેંદ્રો લેચોમ્બર અને પત્રકાર કિશોરચંદ્રની કોરોનાના ઈલાજમાં ગાયનાં મળમૂત્ર કામ નથી આવતાં તેવું કહેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

cow

આ ઈલાજનું સમર્થન કરતા એક રાજનૈતિક સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તેમને અનિશ્ચિત કાળ માટે જેલમાં નાખી દેવાયા છે. સરકારે આ દાવો ખોટો હોવાનું જણાવ્યું છે. પ્રેસ સૂચના બ્યૂરોએ સ્પષ્ટ કર્યું કે રિપોર્ટ ભ્રામક છે અને બંનેને વિવિધ સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપસર પકડવામાં આવ્યા હતા. બંનેની વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટ ઉત્તેજીત કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 153ક અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

લીચોમ્બમ અને પત્રકાર કિશોર ચંદ્ર વાંગખેમની પાછલા મહિને ધરપકડ કરવામાં આવી હતી. લીચોમ્બમે એક ફેસબુક પોસ્ટમાં ભાજપના નેતાના નિધન બાદ લખ્યું હતું કે, 'છાણ અને ગૌમૂત્રથી કોરોનાનો ઈલાજ ન થાય. ઈલાજ વિજ્ઞાનથી જ સંભવ છે અને આ કોમસેન્સની વાત છે. પ્રોફેસરઝી RIP.'

આ પોસ્ટ બાદ ભાજપી નેતાઓની ફરિયાદ પર તેમને અને પત્રકાર કિશોર ચંદ્ર વાંગખેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઈરેંદ્રો તરફથી કહેવામાં આવ્યું કે આમ તો ગૌમૂત્ર અને છાણથી કોરોનાનો ઈલાજ થતો હોવાનો દાવો કરાતો હતો તેની ટીકા કરવા માટે આ પોસ્ટ હતી. આ મામલે મણિપુર ભાજપના ઉપાધ્યક્ષ ઉષમા દેબાન અને મહાસચિવ પી પ્રેમાનંદા મિતાઈની ફરિયાદ પર પોલીસે 13 મેની રાતે બંનેની ધરપકડ કરી લીધી.

Fact Check

દાવો

ભારતમાં ગૌમૂત્ર અને છાણથી કોરોનાવાયરસના દર્દી સાજા નથી થતા કહેવા પર બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

નિષ્કર્ષ

સરકારે કહ્યું કે આ ખોટો દાવો છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ સ્પષ્ટ કર્યું કે, રિપોર્ટ ભ્રામક છે અને વિવિધ ગ્રુપ વચ્ચે દુશ્મની વધારવાના આરોપસર બંનેની ધરપકડ કરવામાં આવી છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: Journalist and activist arrested for prompting enmity between two groups
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X