For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કેન્દ્રીય કર્મચારીઓએ હવે 10 કલાકની શિફ્ટમાં કામ કરવું પડશે, જાણો સચ્ચાઈ

શું કેન્દ્રીય કર્મચારીઓએ હવે 10 કલાકની શિફ્ટમાં કામ કરવું પડશે, જાણો સચ્ચાઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજકાલ સોશિયલ મીડિયા પર કેટલાય ફેક ન્યૂજ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓના શિફ્ટ ટાઈમિંગને લઈ એક અફવા ફેલાણી. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય કર્મચારીઓએ સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કામ કરવું પડશે. અહેવાલ મુજબ આ કર્મચારીઓએ 10 કલાક સુધી શિફ્ટ કરવી પડશે. જેમાં કહેવામાં આવ્યું કે શનિવારની રજા પણ પૂરી થઈ જશે. કેન્દ્ર સરકારે કામની ગતિને વધારવાના ઉદ્દેશ્યથી મંત્રાલયો અને વિભાગોમાં કામ કરવાની હાલની સિસ્ટમને સંપૂર્ણપણે બદલવાની પહેલ કરી છે. જણાવી દઈએ કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટા છે.

fact check

જેને લઈ પીઆઈબી ફેક્ટ ચેકે પણ ટ્વીટ કરી કહ્યું, કેન્દ્ર સરકારે આવો એકેય નિર્ણય લીધો નથી, કે આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર પણ નથી કરી રહી. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વીટમાં કહ્યું કે, અમુક સમાચારો મુજબ કેન્દ્રીય કર્મચારીઓએ સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરવું પડશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાને ખોટો ગણાવ્યો.

કેન્દ્રીય કર્મચારીઓને લઈ અગાઉ પણ ખોટા સમાચાર વાયરલ થયા હતા જેમાં દાવો કરાયો હતો કે તેમના ઈનસેંટિવમાં કટૌતી થશે. એક સમાચાર પત્રના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે કર્મચારીઓના એલટીસી/ લીવ/ એનકૈશમેન્ટ/ ઓટીએ/ મેડિકલ જેવી સુવિધાઓમાં કટૌતીનો સામનો કરવો પડશે. જણાવી દઈએ કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આ મામલે પણ ટ્વિટર હેંડલ PIB Fact Checkએ ટ્વીટ કર્યું હતું.

પોતાના ટ્વીટમાં પીઆઈબીએ કહ્યું હતું કે, 'દાવો- હિન્દુસ્તાન અખબારે રિપોર્ટ કર્યો છે કે કોવિડ 19ને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના કર્મચારીઓના એલટીસી/ લીવ એનકેશમેન્ટ/ ઓટીએ/ મેડિકલ જેવી સુવિધાઓમાં કટૌતી થશે. પીઆઈબી ફેક્ટ ચેક- સરકાર દ્વારા આવો કોઈ પ્રસ્તાવ રખાયો નથી. મીડિયા રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા છે. હાલના માપદંડોને અનુસાર ચૂકવણી કરાતી રહેશે.'

Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?

English summary
Fake: govt not increasing shift timing of cetral government employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X