મોદીના વડાપ્રધાન બનતાં જ આ 10 નેતાઓ થશે ગુમ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે: દેશમાં નવી સરકાર બનવાની છે. ભારતીય જનતા પાર્ટીએ બધાને ચોંકાવીને પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાન બનવા છે. નરેન્દ્ર મોદીના પીએમ બનતાં જ દેશમાં ઘણું બધુ જ બદલવાની આશા કરવામાં આવી રહી છે.

લોકો આશા કરી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીના આવવાથી સારી દિવસો આવશે, પરંતુ કેટલાક નેતાઓ માટે નરેન્દ્ર મોદીના આવતાં જ ખરાબ દિવસો શરૂ થઇ જશે. અમે તમને અહીં એવા 10 નેતાઓની જાણકારી આપી રહ્યાં છીએ જેમના પર નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતાં જ આફત આવવાની છે.

નામ બદલશે લાલૂ

નામ બદલશે લાલૂ

રાષ્ટ્રીય જનતા દળના મુખિયા લાલૂ યાદવ નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી રહ્યાં છે. લાલૂ યાદવે કહ્યું હતું કે બિહારમાં નરેન્દ્ર મોદીની લહેર નથી અને જો નરેન્દ્ર મોદીને બિહારથી ભગાવવામાં સફળ રહ્યાં નથી, તો તે પોતાનું નામ બદલી દેશે.

દેવગૌડા છોડશે રાજ્ય

દેવગૌડા છોડશે રાજ્ય

પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યૂલરના સુપ્રીમો એચડી દેવગૌડાએ શિમોગામાં મીડિયાને સંબોધનમાં કહ્યું હતું કે ભાજપને બહુમત મળશે નહી. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે જો આમ થશે તો હું કર્ણાટક રાજ્ય છોડી દઇશ અને કોઇ બીજી જગ્યાએ બેસી જઇશ.

કરણ જોહરની પત્ની બનશે કમાલ

કરણ જોહરની પત્ની બનશે કમાલ

અર્થહિન નિવેદનબાજી માટે જાણીતા કમાલ ખાને નરેન્દ્ર મોદીને એવો પડકાર ફેંક્યો કે હવે તે તેમના પર ભારે પડનાર છે. કમાલખાને ટ્વિટ કરીને પડકાર ફેંક્યો કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન મંત્રી બની જાય છે તો હું મારું લિંગ પરિવર્તન કરાવી દઇશ અને કરણ જોહર સાથે લગ્ન કરી લઇશ.

ઐયર ચા વેચશે

ઐયર ચા વેચશે

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીની ના ફક્ત મજાક ઉડાવી પરંતુ તેમના ચાવાળા સ્ટેટસની પણ મજાક ઉડાવી. તેમણે કહ્યું કે 21મી સદીમાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાનમંત્રી બની નહી શકે, પરંતુ તે અહીં ચા વેચવા માંગે છે તો અમે તેમના માટે કોઇ જગ્યા શોધી શકીએ છીએ.

કપિલ સિબ્બલ પર આફત

કપિલ સિબ્બલ પર આફત

પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલે ભવિષ્યવાણી કરી હતી જો નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન મંત્રી ન બની શકે.

ભાગવાની તૈયારી

ભાગવાની તૈયારી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એમ કહીને બધાને ચોંકાવી દિધા કે તે નરેન્દ્ર મોદીના માર્ગમાં સૌથી મોટી મુશ્કેલી છે. તેમના રહેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની નહી શકે. નીતિશની જેડીયૂ પાર્ટીનો એકપણ ઉમેદવાર જીતી ન શક્યો. જ્યારે ભાજપના 22 તથા તેના ઘટક દળોએ 9 સીટો જીતી.

રોકી ન શક્યા મોદીની આંધી

રોકી ન શક્યા મોદીની આંધી

પૂર્વ કેન્દ્રિય મંત્રી બેની પ્રસાદ વર્માએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરવાની જવાબદારી લીધી. બેની પ્રસાદ વર્માએ કહ્યું કે કોંગ્રેસ સહિત કોઇપણ રાષ્ટ્રીય પાર્ટીને બહુમત મળશે નહી.

કેજરીવાલ પણ થયા નિષ્ફળ

કેજરીવાલ પણ થયા નિષ્ફળ

આમ આદમી પાર્ટીના ચમત્કારિક નેતા અરવિંદ કેજરીવાલને ભવિષ્યવાણી કરવાની જેમ કે આદત થઇ ગઇ છે. ગુજરાતમાં 3 દિવસ રહીને તેમણે વિકાસની પોલ ખોલવાનો દાવો કર્યો. ત્યારબાદ બે દિવસ વારાણસીમાં રહેતાં તેમને સપનું આવ્યું કે નરેન્દ્ર મોદીથી હારી જશે. પરંતુ હાલત એ છે કે તેમની પાર્ટી 4 સીટો મળી.

ટ્વિટ થઇ ગયું ફેલ

ટ્વિટ થઇ ગયું ફેલ

કોંગ્રેસ પાર્ટીના નેતા સંજય ઝાએ ભવિષ્યવાણી કરી હતી કે કૃપિયા આ ટ્વિટને સેવ કરી લો: 2014માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે અને બહુમત સાથે ગઠબંધનનું નેતૃત્વ આરામથી કરશે.

સરકાર બધાની સ્થિતી બેહાલ

સરકાર બધાની સ્થિતી બેહાલ

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી વી નારાયણસ્વામીએ 12 મેના રોજ દાવો કર્યો હતો કે 2004 અને 2009માં બધા પ્રકારના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા. અને આ વખતે પણ કોંગ્રેસ ત્રીજા મોરચાની સાથે મળીને સરકાર બનાવશે.

English summary
As Narendra Modi becomes PM these 10 people have to hide their face.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X