For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ પડતો પ્રેમ પણ બની શકે છે બ્રેક અપનુ કારણ, ક્યારેય ના કરતા આ ભૂલો

ઘણી વાર અમુક લોકો પોતાના પાર્ટનર માટે ખૂબ પઝેસીવ થઈ જાય છે અને જરુર કરતા વધુ પ્રેમ બતાવવા લાગે છે. આવો, જાણીએ આમ કરવુ કેમ સારુ નહિ અને આપણે કઈ ભૂલો ના કરવી જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જ્યારે આપણે કોઈના પ્રેમમાં હોઈએ ત્યારે આપણો હંમેશા એવો પ્રયત્ન કરીએ કે પાર્ટનર ક્યારેય આપણી આંખોથી દૂર ના થાય. તેની સાથે વધુને વધુ ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની કોશિશ કરતા હોય. પ્રેમ એક એવી ભાવના છે જે બે લોકોને એકબીજાની નજીક લાવે છે અને આ ફિલિંગના કારણે આપણે પ્રેમમાં બધુ લૂંટાવવા માટે તૈયાર થઈ જઈએ છીએ. જો કે સંબંધ હંમેશા એક જેવો નથી રહેતો. તેમાં પણ ઉતાર-ચડાવ આવે છે. ઘણી વાર અમુક લોકો પોતાના પાર્ટનર માટે ખૂબ પઝેસીવ થઈ જાય છે અને જરુર કરતા વધુ પ્રેમ બતાવવા લાગે છે. આવો, જાણીએ આમ કરવુ કેમ સારુ નહિ અને આપણે કઈ ભૂલો ના કરવી જોઈએ.

સ્પેસ આપવી

સ્પેસ આપવી

પોતાના પાર્ટનરની ભલે તમે ગમે એટલા નજીક હોય પરંતુ તેને સ્પેસ આપવી જરુરી છે. જો તમે આવુ નહિ કરો તો એ વ્યક્તિ સાથે સંબંધ લાંબો સમય નહિ ટકે. જેમ કે, જો તમારો પાર્ટનર કોઈ કામ કરવા માંગતો હોય, તો જરુરી નથી કે એ તમને પૂછીને કે જણાવીને એ કામ કરે કારણકે દરેક વ્યક્તિને જાતે નિર્ણય લેવાનો અધિકાર છે.

પ્રાઈવસીનુ ધ્યાન રાખવુ

પ્રાઈવસીનુ ધ્યાન રાખવુ

બે દિલ મળી જાય તો પછી કોઈ વાત છૂપાવવી કે પ્રાઈવેટ ન રાખવી જોઈએ. તેમછતાં એક વ્યક્તિ પોતાના દોસ્તો, પરિવારવાળા કે કોઈ નજીકના વ્યક્તિના સિક્રેટ શેર નહિ કરે. આ ઉપરાંત હંમેશા તેના મોબાઈલ, ઈમેલ કે ઈનબૉક્સમાં મેસેજ ચેક ના કોર. આમ કરવાથી પાર્ટનરને પોતાના પર નજર રખાતી હોવાનો અહેસાસ થશે અને પછી તેનુ કમ્ફર્ટ છીનવાઈ જશે.

પાર્ટનર સાથે ચિપકીને રહેવુ

પાર્ટનર સાથે ચિપકીને રહેવુ

નવો-નવો પ્રેમ હોય ત્યારે કપલની ઈચ્છા હોય કે તે હંમેશા આસ-પાસમાં રહે અને બંને વચ્ચેની નિકટતા આમ જ જળવાઈ રહે. પરંતુ સમય સાથે પોતાના એટીટ્યુડમાં બદલાવ લાવવો જરુરી છે. દરેક વ્યક્તિને પોતાના માટે એક ખાસ સમય જોઈતો હોય છે જેને Me Time પણ કહેવાય છે. જો આમ નહિ થાય તો તેને સંબંધ બોજારુપ લાગવા લાગે છે. જો તમે ટાઈમ સ્પેન્ડ કરવાના ચક્કરમાં પોતાના દોસ્તો અને સંબંધીઓને મળવા ના દો તો થોડુ વધુ પડતુ થઈ જશે.

English summary
Avoid these mistakes which leads to break up done by possesive partner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X