350 રૂપિયામાં વેચાઇ રહી છે તમારી ફેસબુક પ્રોફાઇલની તમામ જાણકારી

Posted By:
Subscribe to Oneindia News

સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુકનો ડેટા લીક થયા પછી સતત લોકો પોતાની પ્રાઇવસીને લઇને સવાલો કરી રહ્યા છે. પણ જે રીતે લોકોની ગોપનીય જાણકારી લીક થઇ છે તેને જોતા લોકો ખૂબ જ ચિંતત છે. બ્રિટનની કંપનીના સનસનીખેજ દાવા મુજબ લોકોની ઓનલાઇન જાણકારી સસ્તા ભાવે ખરીદી અને વેચવામાં આવી રહી છે. જેમાં ના ખાલી ફેસબુકની જાણકારીની વાત થાય છે પણ બેંક ડિટેલ, જીમેલ એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડથી જોડાયેલી જાણકારીનો પણ સમાવેશ થાય છે.

350 રૂપિયામાં પ્રોફાઇલ

350 રૂપિયામાં પ્રોફાઇલ

શોધમાં સામે આવ્યું છે કે લંડનમાં ડાર્ક વેબ પર એક ફેસબુક પ્રોફાઇલ પર લોગ ઇનની કિંમત છે ખાલી 350 રૂપિયા. લોકોની ખાનગી જાણકારી કોડીના ભાવે વેચવાનો મામલો સામે આવ્યો છે. ફેસબુક ડેટા લીકની જાણકારી સામે આવ્યા પછી એક એક કરીને બીજા પણ અનેક તથ્યો સામે આવી રહ્યા છે. જે ખબરોના બહાર આવ્યા પછી લોકો ડિઝિટલ બેંકિગથી લઇને સોશ્યલ મીડિયા પર વ્યક્તિગત જાણકારી લીક કરતા ડરી રહ્યા છે.

અલગ-અલગ વેબસાઇટ

અલગ-અલગ વેબસાઇટ

માર્કેટિંગ એજન્સી ફ્રેક્ટલે ગત મહિને ત્રણ મોટા ડાર્ક વેટના માર્કેટ પ્લેસ, ડ્રીમ પ્વાઇન્ટ અને વોલ સ્ટ્રીટ મોર્કેટના અધ્યયન કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. શોધકર્તા મુજબ ફેસબુક લોગિન માટે ખાલી 5.20 ડોલર એટલે કે લગભગ 350 રૂપિયામાં ભાવ ચાલે છે. ત્યાં જ મોટી વાત એ છે કે કૈંબ્રિઝ એનાલિટિકાના પૂર્વ કર્મચારી બ્લોઅર ક્રિસ્ટોફરનો દાવો છે કે આ તમામ ડેટા લીક કરવાની જાણકારી માર્ક ઝુકરબર્ગને હતી. ફેસબુકથી 2015માં થર્ડ પાર્ટી ડેવલેપરને બેન કરવામાં આવ્યો હતો. જેમાં માર્કે પોતે આ વર્ષની પહેલી પોસ્ટમાં આત્મસુધારાની વાત કરી હતી.

80 હજારમાં જાણકારી

80 હજારમાં જાણકારી

હૈકર ડાર્ક વેઝ પર કોઇ પણ વ્યક્તિની ઓનલાઇન પ્રોફાઇલ ખાલી 1200 ડોલર એટલે કે 80 હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં ફેસબુક સમેત તમારી ગોપનીય માહિતી, ક્રેડિટ કાર્ડની જાણકારી પણ સામેલ છે. એટલું જ નહીં જીએમ યુઝર નેમ અને પાસવર્ડ પણ ખાલી એક ડોલરમાં ખરીદી શકાય છે. ત્યાં જ ઉબરની લોગિન ડિટેલ પણ હવે ખાલી સાત ડોલરમાં ખરીદાઇ શકાય છે.

English summary
Big revelation facebook profile is selling in just 350 rupees says research. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.