જ્યારે અમિતાભ બચ્ચને ખોલ્યું હતું PM નરેન્દ્ર મોદીનું આ રહસ્ય

Written By:
Subscribe to Oneindia News

17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસે જ્યાં સુરતથી લઇને ભારતભરમાં અલગ અલગ કાર્યક્રમ થઇ રહ્યા છે ત્યારે જ બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ પીએમ મોદી વિષે એક મોટું રાજ ઉજાગર કર્યું છે. તે વાત તો બધા જ જાણે છે કે અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી વચ્ચે સુમેયભર્યા સંબંધો છે. અને અમિતાભ બચ્ચન તો ગુજરાતના પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ત્યારે પીએમ મોદીએ વિષે બીગ બીએ શું કહ્યું તે અંગે જાણો અહીં.

બીગ બી અને મોદીનો સંબંધ

બીગ બી અને મોદીનો સંબંધ

તે વાતથી બધા જ અજાણ છે કે તેવું તો મોદીએ શું કર્યું કે તે અને અમિતાભ બચ્ચન વચ્ચે આટલા સુમેળભર્યા સંબંધો બંધાયા. આ વાત અંગે અમિતાભ બચ્ચને ગત વર્ષે જ તેમના જન્મદિવસ પર પડદો ઉઠાવ્યો હતો. તેમના જન્મદિવસ પર તેમના વખાણ કરતા અમિતાભ બચ્ચને એક ટ્વિટ કરીને વર્ષ 2009નો એક કિસ્સો લોકો સમક્ષ રજૂ કર્યો હતો. તે બન્ને પહેલી વાર 2009માં મળ્યા હતા. અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ પાને ટેક્સ ફ્રી કરવા માટે સીએમ મોદીને તે સમયે મળવા ગયા હતા. અમિતાભે લખ્યું હતું કે સીએમ ઓફિસ ખૂબ જ સાધારણ હતી અને સાદગીથી ભરેલી હતી. નોંધનીય છે કે વર્ષ 2009માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

"પા" ને ટેક્સ ફ્રી

વધુમાં અમિતાભે જણાવ્યું કે થોડીક ઔપચારિક વાતો પછી તેમણે પોતાની ફિલ્મ પા વિષે મોદી જોડે વાત કરી. સાથે જ તેમણે આ ફિલ્મ સાથે જોવાનું પણ કહ્યું. તે પછી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચને સાથે મળીને જ પા ફિલ્મ જોઇ. સાથે ખાવાનું પણ ખાધું અને તે દરમિયાન ગુજરાત ટૂરિઝમને લઇને પણ બન્નેએ થોડીક વાતચીત કરી. તે પછી અમિતાભ પાછા મુંબઇ આવી ગયા. જ્યાં થોડા દિવસ પછી ગુજરાત પર્યટન મંત્રાલયથી થોડાક લોકો તેમને મળવા આવ્યા.

ગુજરાતમાં શૂટિંગ

ગુજરાતમાં શૂટિંગ

તે પછી તે જ્યારે ગુજરાતમાં પ્રવાસન માટે શૂટિંગ કરવા પહોંચ્યા તો તેમને સૌથી પહેલો ફોન નરેન્દ્ર મોદીનો આવ્યો. તેમણે ફોન કરીને અમિતાભને કહ્યું કે તેમને કોઇ પણ વસ્તુની જરૂર હોય તો ચોક્કસથી તેમને ફોન કરે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતમાં તમારું સ્વાગત છે અને બહાર ખૂબ ગરમી છે તો વધુ પાણી પીતા રહેજો.

નમ્ર મનના માણસ

નમ્ર મનના માણસ

જેના જવાબમાં અમિતાભે આભાર વ્યક્ત કર્યો અને આગ્રહ કર્યો કે શૂટિંગ દરમિયાન કોઇ રાજનૈતિક વ્યક્તિને તેમને મળવા ન દેવામાં આવે. તે પછી અમિતાભે લગભગ 1 મહિના સુધી ગુજરાતના વિવિધ સ્થળો પર શૂટિંગ કર્યું પણ તે દરમિયાન કોઇ પણ રાજનેતા તેમને મળવા નહતા આવ્યા. મોદીના વખાણ કરતા અમિતાભે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે પીએમ મોદી ખૂબ જ નમ્ર મનનાં માણસ છે. અને આ જ કારણે તે પીએમ બન્યા છે. નોંધનીય છે કે સામે પક્ષે મોદીએ પણ એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું કે અમિતાભે ગુજરાત પ્રચાર વખતે તેમનાથી એક પૈસા પણ નથી લીધો.

English summary
birthday special prime minister narendra modi is very humble amitabh bachchan

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.