સટ્ટાબજારમાં કેજરીવાલનો સૌથી ઉંચો ભાવ, મોદીની દાવેદારી સૌથી મજબૂત

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ દેશના બધા રાજકીય પક્ષો તૈયારીમાં જોડાઇ ગયા છે. આ સાથે જ સટ્ટેબાજીની દુનિયામાં પણ 'વડાપ્રધાન કોણ'નો નારો ગુંજવા લાગ્યો છે. જી હાં સટ્ટેબાજોના દાવા પર વિશ્વાસ કરીએ તો આગામી વડાપ્રધાનને લઇને સટ્ટા બજારમાં ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને સૌથી વધુ ભાવ મળ્યો છે અરવિંદ કેજરીવાલને. એટલે કે પંટરોના અનુસાર અરવિંદ કેજરીવાલના વડાપ્રધાન બનવાની આશા ઓછી છે.

સટ્ટેબાજીની દુનિયામાં વડાપ્રધાન પદના ઉમેદવારની યાદીમાં ભાજપના વડાપ્રધાન પદના નેતા નરેન્દ્ર મોદી, ચૂંટણી અભિયાનમાં કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુકાબલે સૌથી આગળ ચાલી રહ્યાં છે. સટ્ટા બજારમાં સૌથી વધુ પંટરોને લાગે છે કે ભાજપ સત્તામાં આવવાની છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. એવામાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન ન બનવાના મુદ્દે ખૂબ ઓછા પંટરોએ દાવ લગાવ્યો છે.

સટ્ટા બજારમાં નરેન્દ્ર મોદીનો ભાવ

સટ્ટા બજારમાં નરેન્દ્ર મોદીનો ભાવ

સટ્ટા બજારમાં નરેન્દ્ર મોદીનો ભાવ 75 પૈસા, રાહુલ ગાંધી 5 રૂપિયા તો અરવિંદ કેજરીવાલ 200 રૂપિયાના ભાવ પર ચાલી રહ્યાં છે. કહેવામાં આવે છે કે ચૂંટણીના સટ્ટાને લઇને ઢાંચો ફિક્સ નથી અને આ રાજકીય પારની સાથે સાથે બદલાતો રહે છે, પરંતુ સટ્ટાની દુનિયામાં બુકી જ ભાવ ફિક્સ કરે છે અને લોકસભા ચૂંટણીને લઇને પણ આવું જ થઇ રહ્યું છે.

સટોડિયાની હોય ફેવરીટ પાર્ટી છે ભાજપ

સટોડિયાની હોય ફેવરીટ પાર્ટી છે ભાજપ

સટોડિયાના દાવા પર વિશ્વાસ કરીએ તો ના ફક્ત વડાપ્રધાન ભાજપનો હશે પરંતુ સૌથી વધુ સીટો પણ ભાજપને મળશે. બુકીઓનો દાવો છે કે કોંગ્રેસ ચૂંટણીમાં સીટોની અડધી સદી જ ફટકારી શકશે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સટોડિયાના માટે હોટ ફેવરિટ છે. અને ભાજપ હોટ ફેવરિટ પાર્ટી.

ભાજપને 200થી વધુ સીટો

ભાજપને 200થી વધુ સીટો

રાજકીય પાર્ટીઓને મળનાર સીટોને લઇને પણ ભાવ લગાવવાનું શરૂ થઇ ગયું છે. સટોડિયા ભાજપને 200થી વધુ સીટ આપી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ બીજા નંબર પર છે. પંટરોએ ભાજપની 227 થી 229 સીટોનો ભાવ ફિક્સ કર્યો છે. કોંગ્રેસને 67 થી 69 સીટો જીતવાની સંભાવના છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 11 થી 12 સીટો પર ફિક્સ કરી દિધી છે.

ગઠબંધન નહી પાર્ટીઓ પર ખોલ્યો ભાવ

ગઠબંધન નહી પાર્ટીઓ પર ખોલ્યો ભાવ

સટ્ટાબજારની ખાસ વાત એ છે કે પંટરોએ કોઇપણ ગઠબંધન સરકારના બદલે 3 પાર્ટીઓનો ભાવ ખોલ્યો છે. બુકીઓને લાગે છે કે 2014નો જનાદેશ આ ત્રણ રાજકીય પાર્ટીઓ વચ્ચે નક્કી થશે. પંટર થર્ડ ફ્રંટ વિશે ચર્ચા કરી રહ્યાં નથી.

English summary
Bookies fix rates for indias pm candidate Narendra Modi is hot favourite.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X