For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી તહેવારો : બાળકોને તો મજ્જા જ મજ્જા

|
Google Oneindia Gujarati News

ગુજરાતની પોતાની સાંસ્કૃતિક પરમ્પરા મુજબ ઉજવાતું બેસતું વર્ષ એક બાજુ યુવાનો-વડીલોને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે, તો બીજી બાજુ બાળકો માટે ભેંટ-સોગાતોની આપ-લેની પરમ્પરા સોનામાં સુગંધ જેવી સિદ્ધ થાય છે. આ પરમ્પરા મુજબ નવા વર્ષે જ્યાં એક બાજુ દરેક વડીલ પોતાનાથી નાનાને કઈંકને કઈંક ભેંટ આપે છે, તો બીજી બાજુ બાળકોના ખિસ્સા પાંચ દિવસ માટે દસ અને વીસની નોટોથી છલકાઈ જાય છે.

કારતક સુદ એકમના રોજ ઉજવાતું બેસતું વર્ષ એમ તો એક જ દિવસનું ઉત્સવ છે, પરંતુ પરમ્પરાત હર્ષોલ્લાસનું વાતાવરણ લાભ પાંચમ સુધી જળવાઈ રહે છે. એક દિવસમાં સૌને મળી શુભેચ્છાઓની આપ-લે કરવી શક્ય નથી હોતું. કદાચ એટલે જ ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારની જેમ આ તહેવાર ઉજવવા માટે પણ પાંચ દિવસનો અનુકૂળ સમય આપવામાં આવ્યો છે. આ પાંચ દિવસોમાં લોકો એક-બીજાના ઘરે જાય છે અને પહેલાંથી જ શણગારેલી નાશ્તાની થાળીમાંથી ચુંટી-ચુંટીને મનપસંદ ફરસાણ તથા મિઠાઇઓની મજા માણે છે, પરંતુ વિદાય થતા પૂર્વે મિજબાનના ઘરના બાળકોને દસ કે વીસની નોટ પકાડવવાનું નથી ભૂલતાં. વર્ષોથી ચાલી આવતી આ પરમ્પરા બાળકોના ખિસ્સા ભરી જાય છે, પરંતુ મોટેરાઓના ખિસ્સાને કોઈ ફરક નથી પડતું, કારણ કે પરમ્પરા મુજબ જેટલું આપવામાં આવે છે, એટલું પાછું પણ આવી જાય છે. આ જ કારણ છે કે આ પરમ્પરા આજેપણ જળવાઈ રહેલી છે. બાળકો માટે તો આ પાંચ દિવસો સોનામાં સુગંધ જેવા હોય છે. એક તરફ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓથી રૂબરૂ થવા મળે છે, તો બીજી બાજુ રુપિયાનો વરસાદ થાય છે. કોઈ દસની નોટ આપે છે, તો કોઈ વીસની. તેમાંય નજીકના સંબંધીઓ તો પગે લાગતાં જ પચાસ કેસોની નોટ આપે છે. આ રીતે રુપિયાની આપ-લે ગુજરાતના અન્ય કોઈ પણ તહેવારમાં ભાગ્યે જ જોવા મળે છે.

kids

આ પરમ્પરા બદલાતા દોરમાં વધુ સમૃદ્ધ થતી જાય છે. લોકો હવે નાશ્તા બાદ પોતાના સંબંધીઓના બાળકોને ભેંટ-સોગાત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવા લાગ્યાં છે. તેના માટે બૅંકોમાંથી દસ અને વીસ રુપિયાની નોટોના બંડલ મંગાવી રાખવામાં આવે છે. બૅંકોમાં પણ નૂતન વર્ષના થોડાંક દિવસ અગાઉથી જ બંડલો મેળવવા માટે લોકો ઉમટી પડે છે. બીજી બાજુ પ્રજાની માંગ મુજબ બૅંકો તરફથી નવી અને ચળકતી નોટોના બંડલો લોકો માટે જારી કરવામાં આવે છે. આમ કહેવું અતિશ્યોક્તિ નહિં કહેવાય કે બાળકોને ચળકતી નવી નોટ કઈંક વધુ જ આકર્ષક લાગે છે. રુપિયાની આપ-લેના આ વ્યવહારમાં સિક્કાઓને ક્યાંય સ્થાન નથી. સોંઘા જમાનામાં સ્થાન હતું, પરંતુ હવે મોંઘવારીના જમાનામાં લોકો પાંચની નોટ આપતા ખચકાય છે. તેથી શરમમાં પણ લોકો બાળકોને દસ અને વીસની નોટ જ આપે છે.

વધતી મોંઘવારીની અસર આ નાણાંકીય વ્યવહાર ઉપર પણ પડી છે. બૅંકોમાંથી બંડલ લેવાની પરમ્પરા જ્યારે શરૂ થઈ, ત્યારના જમાનામાં એક અને બે રુપિયાની નોટોના બંડલોની વધુ માંગ રહેતી હતી. બે દશકા અગાઉ મોટાભાગે લોકો આ નોટોના બંડલોનો જ ઉપયોગ કરતા હતાં. થોડાંક જ લોકો પાંચની નોટ પણ ઉપહાર સ્વરૂપે આપતા હતા, પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તથા મોંઘવારી વધતી ગઈ, રુપિયાની કિંમત ઘટતી ગઈ. આજે સ્થિતિ એ છે કે હવે એક, બે કે પાંચની નોટ બજારમાં માંડ દેખાય છે. હવે મોટાભાગે લોકો દસ અને વીસની નોટ જ ભેંટ સ્વરૂપે આપે છે.

આમ જોવા જઇએ તો ગુજરાતનું બેસતું વર્ષ પોતાની સાથે અનેક પરંપરાઓનો નિર્વાહ પણ સતત કરતું રહે છે. રુપિયાની કિંમત ભલે ઘટી હોય, પરંતુ પરમ્પરાનું અવમૂલ્યન ક્યારેય થયું નથી ને કદાચ થશે પણ નહિં.

English summary
The tradition, which spill the pockets of kids on Diwali and Gujarati New Year ‘Bestu Varsha’
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X