For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ અને રાવણમાં છે એક સમાનતા, ફૂલનદેવી સાથે પણ કનેક્શન

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વસેલા ગ્રેટર નોઇડામાં રહેતા લોકોને જ્યારે રાવણ સાથે જોડાયેલ આ વાત ખબર પડશે તો તેઓ ચોંકી જશે. ગ્રેટર નોઇડાના દક્ષિણમાં આશરે 10 કિમી દૂર વસેલ બિસરખ ગામ રાવણનું પૈતૃક નિવાસસ્થાન છે. અહીં પરંપરા છે કે અહીં રામલીલા કે રાવણદહન કંઇ જ કરવામાં આવતુ નથી. એવી માન્યતા છે કે અહીં કંઇ પણ માંગવાથી ઇચ્છા પૂરી થાય છે.

fulan 1

બિસરખ ગામનુ નામ રાવણના પિતા વિશ્વકર્માના નામ પરથી પડ્યુ. આ ગામમાં એક મંદિર છે, જેનુ નામ રાવણ મંદિર છે. ગામલોકોને વિશ્વાસ છે કે અહીં ઋષિ વિશ્વકર્મા દ્વારા સ્થાપિત લિંગ આજે પણ અહીં હાજરાહજૂર છે.

ગામમાં દુર્ગા મંદિર પણ નથી

બિસરખ ગામમાં ભગવાન રામ કે તેના પરિવારના કોઇ સભ્યનું મંદિર નથી. ત્યાં સુધી કે આ ગામમાં દુર્ગા માતાનું મંદિર પણ નથી કારણકે એવુ માનવામાં આવે છે કે રાવણને યુદ્ધમાં હરાવવામાં તેમણે રામની મદદ કરી હતી.

અહીં મળ્યા છે અવશેષ

ખગોળશાસ્ત્ર મુજબ, ગામલોકોનો વિશ્વાસ સાચો છે. અહીં પુરાતનકાળના પ્રતીક અને અવશેષ મળેલા છે. જેમાં ભગવાન શિવ, ગણેશ, પાર્વતી વગેરે છે પરંતુ રામ સાથે જોડાયેલ કંઇ પણ આ ગામમાંથી મળ્યું નથી.

બે વિરોધી રાજાઓના જન્મસ્થાન સમાન

એક તરફ જ્યાં ભગવાન રામનું જન્મ્સ્થળ અયોધ્યા રાજનીતિનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં બીજી તરફ એક સમયે રહેલા મહાન રાજા રાવણના જન્મસ્થળની કોઇ દરકાર કરવાવાળુ પણ નથી. આ એક સંજોગ છે કે બંનેનો જન્મ ઉત્તરપ્રદેશમાં જ થયો.

ગામમાં નથી રામનું મંદિર

બિસરખ ગામમાં શિવ મંદિર તો છે, પરંતુ ભગવાન રામનું કોઇ મંદિર નથી. આજે દેશભરમાં જ્યાં અસત્ય પર સત્યની જીતના રુપમાં હર્ષોલ્લાસ સાથે દશેરા મનાવવામાં આવે છે, ત્યાં બીજી તરફ રાવણના પૈતૃક ગામ બિસરખમાં ઉદાસીનો માહોલ જોવા મળે છે.

fulan 2

ફૂલનદેવીનું પણ છે કનેક્શન

જ્યાં રાવણનું બાળપણ વીત્યુ તે ગામ આજે હાંસિયામાં ધકેલાઇ ગયુ છે. અહીંના મુખ્ય મંદિરની દિવાલને કુખ્યાત ડાકુમાંથી રાજકારણી બનેલી ફૂલનદેવીના ભાઇ ઉમેદસિંહે બનાવડાવ્યુ હતુ.

આવી રીતે નક્કી કર્યો સોનાની લંકાનો રસ્તો

અહીંથી નીકળીને રાવણ દુનિયા પર રાજ કરવાના ઇરાદે આગળ વધ્યો હતો. લક્ષ્મી, પાર્વતી સાથે પ્રતિસ્પર્ધાના ઇરાદે તેણે ભગવાન શિવ પાસે વરદાનમાં પોતાના માટે દુનિયાની સૌથી સુંદર જગ્યા બનાવવાનું કહ્યું. શિવે ફળસ્વરુપ રાવણ માટે સોનાની લંકા બનાવી દીધી. આવી રીતે તે સૌથી ધનિક બની ગયો.

English summary
dussehra 2016 special story on ram ravan connection & birthplace; bisrakh is place where ravan born and there is no temple of lord shiva, goddess durga or lord ram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X