For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન ગણેશની કૃપા પામવા ચઢાવો તેમને ગમતા પુષ્પ!

ગણેશ ચતુર્થીમાં શ્રી ગણેશના મનપસંદ પુષ્પો ચડાવી તેમને કરો ખુશ!

By Staff
|
Google Oneindia Gujarati News

ગણેશ ચતુર્થી ભારતમાં મનાવવામાં આવતો ખૂબ જ મોટો ઉત્સવ છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના તહેવારને માત્ર મહારાષ્ટ્રમાં જ નહી પરંતુ આખા દક્ષિણ ભારતમાં ધૂમ-ધામથી ઊજવવામાં આવે છે. લોકો સંકલ્પ કરીને ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરોમાં સ્થાપિત કરે છે અને તેની પૂજા કરે છે. પૂજા તો દરેકજણ કરે છે પરંતુ ભગવાન ગણેશને કયું ફૂલ સૌથી વધારે પસંદ છે તે અંગેની જાણકારી ખૂબ જ ઓછા લોકોને છે.

હિંદુ ધર્મમાં દરેક ભગવાનના પોતાના પસંદગીના ફૂલો હોય છે. કહેવાય છે કે જો આપ આપના ભગવાનની પૂજા કરતી વખતે તેમનું મનપસંદ ફૂલ તેમને ચઢાવો તો તેઓ પ્રસન્ન થાય છે અને આપની દરેક મનોકામના પૂરી કરે છે. ભગવાનને માત્ર ફૂલ ચઢાવી દેવાથી જ કામ નથી ચાલી જતું, પરંતુ તેમનું મન પસંદ ફૂલ ચઢાવવું પણ જરૂરી છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશને લાલ રંગનું જાસુદ નામક પુષ્પ અતિપ્રિય છે. આ જ રીતે અન્ય ઘણાં પુષ્પો અને પાન છે, જે ભગવાન ગણેશને અતિપ્રિય છે. આવો આ પુષ્પો અંગે મેળવીએ વધુ માહિતી...

જાસૂદ

જાસૂદ

સામાન્યરીતે ભગવાન ગણેશને કોઇપણ લાલ રંગનું પુષ્પ ચઢાવી શકો છો. પરંતુ તેમને લાલ રંગનું જાસૂદનું ફૂલ વધારે પસંદ છે.

ધરો

ધરો

ભગવાન ગણેશની પૂજા ધરો વગર પૂરી થઇ શકે નહીં.

અર્ક

અર્ક

બીજું જે ભગવાન ગણેશનું અતિપ્રિય ફૂલ છે તે છે અર્ક.

દાડમના પાન

દાડમના પાન

ભારતના કેટલાક રાજ્યોમાં ભગવાન ગણેશને દાડમના પાન અને ફૂલ પણ ચઢાવવામાં આવે છે.

તુલસી પાન

તુલસી પાન

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્યરીતે ભગવાન ગણેશની મોટા ભાગે પૂજામાં લોકો તુલસીને નથી ચઢાવતા પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે તેનું ખૂબ જ મહત્વ હોય છે.

શંખ પુષપમ

શંખ પુષપમ

આ ફૂલ દેખાવે સફેદ અથવા વાદળી રંગનું હોય છે, અને શંખના આકારનું હોય છે. જે ભગવાન ગણેશને ખૂબ જ પસંદ હોય છે.

કેતકી અથવા કેવડા

કેતકી અથવા કેવડા

કેતકી એક નાનું સુવાસિત ઝાડ છે. વરસાદમાં તેમાં ફૂલો આવે છે, જેમાં તીવ્ર સુગંધ હોય છે. આ ફૂલ ભગવાન ગણેશને ચઢાવવામાં આવે છે.

English summary
In Hinduism, every deity has His,Her favorite flower. Flowers have a very crucial role to play in the Hindu way of worship. Here are some favorite flowers and leaves of Lord Ganesha:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X