For Quick Alerts
For Daily Alerts
આ છે ભારતનું પહેલું શહેર જ્યાં મળશે ફ્રીમાં ઇંટરનેટ
હવે એ દિવસ દૂર નથી કે ભારતની ગણના પણ એવા દેશોમાં કરવામાં આવશે, કે જ્યાં ફ્રી વાઇ-ફાઇ સર્વિસ મળે છે. ભારતનું હેદરાબાદ દેશનું પહેલું એવું શહેર બનવા જઇ રહ્યું છે જ્યાં ફ્રી પબ્લિક વાઇ-વાઇ સેવા શરૂ કરવામાં આવી રહી છે, આ સેવા શહેરમાં 17 સ્થળો પર શરૂ કરવામાં આવશે.
તેલંગાણા સરકાર અને એરટેલ મળીને આ સેવાને શરૂ કરી રહ્યા છે. એરટેલના સીઇઓ વેંકટેશ વિજયરાઘવને આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે ફ્રી સર્વિસ દ્વારા યૂઝર્સને 17 સ્થળો પર 40 એમબીપીએસની સ્પીડની સાથે રોજ 750 એમબી ડેટા ઉપયોગ કરવા મળશે. શહેરના જે સ્થળો પર ઇંટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં મધાપુર પોલીસ સ્ટેશન, કોથાગુડા જંક્શન અને રહેજા માઇંડસ્પેસ સર્કલના સાઇબર ટાવર્સનો સમાવેશ થાય છે.
હાલમાં આ પ્રોજેક્ટ 3 મહિના માટે શરૂ કરવામાં આવ્યો છે જેના આધારે શહેરના અન્ય ભાગોમાં પણ ફ્રી વાઇ-ફાઇ એક્સેસ આપવામાં આવશે. તેલંગાણાના આઇટી મિનિસ્ટર કેટી રામા રાવે જણાવ્યું કે આખા શહેરમાં વાઇ-ફાઇ 4-5 મહીનામાં આપી દેવામાં આવશે.
ફ્રી વાઇ-ફાઇ યૂઝ કરવા માટે યૂઝર્સે પોતાના મોબાઇમાં વાઇ-ફાઇ ઓન કરવું પડશે અને તેમાં પોતાનો મોબાઇ નંબર નાખવો પડશે. મોબાઇલ નંબર નાખ્યા બાદ તમારા નંબર પર મેસેજ આવશે, આ મેસેજમાં આપને વન ટાઇમ પાસવર્ડ મળશે. જેના દ્વારા આપ યૂઝર ફ્રી વાઇ-ફાઇને એકસેસ કરી શકશો.