For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલે એન્ડ્રોઇડ 4.4 કિટકેટ વર્ઝન સાથે લોન્ચ કર્યો નેક્સસ 5

|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 1 નવેમ્બર : વિશ્વની ટોચની ડેટા કંપની ગુગલે એન્ડ્રોઇડ ફોનમાં Nexus 4ને મળેલી સફળતા બાદ પોતાની સાથી કંપની એલજી સાથે મળી નવો Nexus 5 લોન્ચ કર્યો છે. જે ગૂગલની લેટેસ્ટ Android 4.4 KitKat ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સૌ પ્રથમ ફોન છે. કંપનીનો દાવો છે કે તે અત્યાર સુધીનો સૌથી સ્લિમ અને ઝડપી નેક્સસ સ્માર્ટફોન છે.

ભારતમાં આ ફોન નવેમ્બરની મધ્યમાં અથવા અંત સુધીમાં ઉપલબ્ધ કરાવાય એવી યોજના છે. આ ફોન બે વર્ઝન અને બે કલર્સમાં ઉપલબ્ધ છે. નેક્સસ 5નાં 16 GB વર્ઝનની કિંમત 28999 રૂપિયા અને 32 GB વર્ઝનની કિંમત 32999 રૂપિયા છે.

Nexus 5 ગૂગલ પ્લે સ્ટોર પર બ્લેક અને વ્હાઇટ રંગમાં ઉપલબ્ધ બનશે. ફોન આજથી જ યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, યુકે, ઓસ્ટ્રેલિયા, કોરિયા અને જાપાનમાં ઉપલબ્ધ બનશે.જ્યારે યુરોપ, મધ્ય/દક્ષિણ અમેરિકા, એશિયા, રશિયા અને મધ્યપૂર્વમાં આ ફોન નવેમ્બરનાં મધ્યથી પ્રાપ્ય બનશે.

આવો જાણીએ ગૂગલ નેક્સસ 4ની સરખામણીએ ગૂગલ નેક્સેસ 5માં શું છે ખાસ...

ફોનની જાડાઇ

ફોનની જાડાઇ


નેક્સસ 5ની જાડાઇ 8.59 mm છે, જ્યારે iPhone 5Sની જાડાઇ 7.6 એમએમ છે. તેનું વજન ફક્ત 130 ગ્રામ છે.

શાનદાર ડિસ્પ્લે

શાનદાર ડિસ્પ્લે


નેક્સસ 5માં 5 ઇંચનું Full HD IPS ડિસ્પ્લે છે, જેમાં એડવાન્સ્ડ ઇન સેલ ટચ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જેની મદદથી ફાસ્ટ ટચ રેકગ્નિશન, વધારે સારી આઉટડોર વિઝિબિલીટી અને સ્પષ્ટ ઇમેજ મેળવી શકાય છે. ફુલ એચડી ડિસ્પ્લે હોવાથી પ્રતિ ઇંચની પિક્સલ ડેન્સિટી 445ની છે. સ્ક્રીનની સલામતી માટે તેમાં Corning Gorilla Glass 3 પ્રોટેક્શન છે.

ફાસ્ટ પ્રોસેસર

ફાસ્ટ પ્રોસેસર


તેમાં નેક્સસ 4 કરતા વધારે ઝડપી પ્રોસેસર છે. Nexus 5માં 2.3 GHzનું Snapdragon 800 પ્રોસેસર છે, જ્યારે નેક્સસ 4માં 1.5 GHz Snapdragon S4 Pro APQ8064 પ્રોસેસર હતું.

બે પ્રકારના મેમરી વર્ઝન

બે પ્રકારના મેમરી વર્ઝન


Nexus 5 16 GB અને 32 GB જેવા બે ઇન્ટરનલ મેમરી વર્ઝનમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે. તેમાં 2 જીબી રેમ છે.

લોંગ લાસ્ટિંગ બેટરી

લોંગ લાસ્ટિંગ બેટરી


નેક્સસ 5માં 2,300 mAHની બેટરી છે, જે ગૂગલનાં જણાવ્યા પ્રમાણે 17 કલાકનાં ટોકટાઇમ અને 300 કલાકનાં સ્ટેન્ડબાય ટાઇમને સપોર્ટ કરે છે. Wi-Fi પર તેમાં 8.5 કલાક સુધી અને LTE પર 7 કલાક સુધી ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકાય છે.

સ્માર્ટ કેમેરા

સ્માર્ટ કેમેરા


નેક્સસ 5માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. જે LG Innotekની જાણીતી એવી ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબેલાઇઝર છે, આ જ ટેક્નોલોજીનો ઉપયોગ LG G2માં પણ કરાયો છે. આ કેમેરા પિક્ચર્સમાં ઓછા બ્લર અને ઓછા ઘોંઘાટ આવવા દે છે અને ડીમ લાઇટમાં બહુ સારૂં પર્ફોમન્સ આપે છે. ફોનમાં 1.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

કેમેરા એપ્સ

કેમેરા એપ્સ


કેમેરામાં Photo Sphere અને બીજા એપ્સ છે, જે તમારી ફોટો લાઇબ્રેરીમાંના કન્ટેન્ટમાંથી પોતાની જાતે જ ફોટો અને મુવી તૈયાર કરી શકે છે. HDR+ mode ફીચરની મદદથી burst shots લઇ શકાય છે. computational ફોટોગ્રાફીની મદદથી અનેક ફોટોમાંથી એક પરફેક્ટ ફોટો તૈયાર કરી શકાય છે.

એન્ડ્રોઇડ કિટકેટ ઓએસ

એન્ડ્રોઇડ કિટકેટ ઓએસ


Nexus 5 દુનિયાનો પહેલો Android 4.4, KitKat OS પર ચાલતો ફોન બન્યો છે. તે 4G/LTE નેટવર્કને પણ સપોર્ટ કરે છે.

પ્રિલોડેડ એપ

પ્રિલોડેડ એપ


આ ફોનમાં Gmail, Chrome, Calendar, Maps, Drive અને Hangouts જેવા એપ્સ પ્રિ લોડેડ છે.

સૌથી સ્લિમ સ્માર્ટ ફોન

સૌથી સ્લિમ સ્માર્ટ ફોન

ગૂગલની લેટેસ્ટ Android 4.4 KitKat ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સૌ પ્રથમ ફોન છે. કંપનીનો દાવો છે કે તે અત્યાર સુધીનો સૌથી સ્લિમ અને ઝડપી નેક્સસ સ્માર્ટફોન છે.

ક્યાં લોન્ચ કરાયો નેક્સેસ 5

ક્યાં લોન્ચ કરાયો નેક્સેસ 5

Nexus 5 ગૂગલ પ્લે સ્ટોર પર બ્લેક અને વ્હાઇટ રંગમાં ઉપલબ્ધ બનશે. ફોન આજથી જ યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, યુકે, ઓસ્ટ્રેલિયા, કોરિયા અને જાપાનમાં ઉપલબ્ધ બનશે.જ્યારે યુરોપ, મધ્ય/દક્ષિણ અમેરિકા, એશિયા, રશિયા અને મધ્યપૂર્વમાં આ ફોન નવેમ્બરનાં મધ્યથી પ્રાપ્ય બનશે.

English summary
Google announces Nexus 5 with Android 4.4, on sale today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X