For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Teachers' Day 2022: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતિ પર જ મનાવાય છે શિક્ષક દિવસ, જાણો તેમના વિશે

શિક્ષક દિવસ એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. જાણો તેમના વિશે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દર વર્ષે 5મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો, સંશોધકો અને પ્રોફેસરો સહિતના શિક્ષકોના કાર્યને ઓળખવા અને સમાજમાં તેમનું મહત્વ બતાવવા માટે દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસ એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. 5 સપ્ટેમ્બર 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા.

Dr Sarvepalli Radhakrishnan

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાન શિક્ષક, ફિલસૂફ અને વિદ્વાન તરીકે તેમના ઘણા નોંધપાત્ર કાર્યો માટે જાણીતા છે. શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે ડૉ. રાધાકૃષ્ણનના દ્રષ્ટિકોણને સમ્માન આપવા માટે 5 સપ્ટેમ્બરને ભારતમાં 1962થી શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીં જાણો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન વિશે.

  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ થયો હતો. તેમનો જન્મ તમિલનાડુના તિરુત્તાની શહેરમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો.
  • ડૉ. રાધાક્રિષ્નન શરૂઆતથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન વિવિધ શિષ્યવૃત્તિઓ મેળવી અને તેમાંથી તેમનો અભ્યાસ કર્યો. તેમણે તિરુપતિની શાળાઓમાં અભ્યાસ કર્યો અને પછી વેલ્લોર ગયા.
  • ડૉ. રાધાકૃષ્ણને ક્રિશ્ચિયન કૉલેજ, મદ્રાસમાં ફિલોસોફીનો અભ્યાસ કર્યો.
  • ડૉ. રાધાકૃષ્ણન તેમની ડિગ્રી પૂર્ણ કર્યા પછી મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા અને પછી મૈસુર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર બન્યા.
  • ભારતના ઈતિહાસમાં તેમને અત્યાર સુધીના મહાન ફિલસૂફોમાંના એક ગણવામાં આવે છે.
  • ડૉ. રાધાકૃષ્ણને 1952થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે અને 1962થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
  • ડૉ. રાધાકૃષ્ણન 1949થી 1952 સુધી સોવિયત સંઘમાં ભારતના રાજદૂત પણ હતા.
  • ડૉ. રાધાકૃષ્ણને ચોથા ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી હતી.
  • ડૉ. રાધાકૃષ્ણન 1939થી 1948 સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીના ચાન્સેલર પણ હતા.
  • 1984માં તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • ડૉ. રાધાકૃષ્ણનના કેટલાક નોંધપાત્ર કાર્યોમાં સમકાલીન ફિલોસોફીમાં ધર્મનુ શાસન, રવીન્દ્રનાથ ટાગોરનુ દર્શન, જીવનનો હિંદુ દૃષ્ટિકોણ, કલ્કી કે સંસ્કૃતિનુ ભવિષ્ય, જીવનનો એક આદર્શવાદી દૃષ્ટિકોણ, આપણને જે ધર્મની જરૂર છે, ભારત અને ચીન અને ગૌતમ બુદ્ધનો સમાવેશ થાય છે.

English summary
Happy Teachers’ Day 2022: know about Dr Sarvepalli Radhakrishnan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X