For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભક્તિ, પૈસામાં નથી તોળાતી, જે આ વાત જાણી સમજશો!

|
Google Oneindia Gujarati News

ઉરી હુમલા પછી ભારતીય સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. આ ખૂબ જ ખતરનાક મિશનને સફળતા પૂર્વક પાર પાડવાનો શ્રેય જાય છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ભારતીય સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહ ડીજીએમઓ, પૈરા ટ્રૂપ કમાન્ડો અને રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરને. પણ તેનાથી પણ વધુ અંચભિત વાત તમને ત્યારે લાગશે જ્યારે તમે જાણશો આ લોકોનો માસિક પગાર... જે જાણ્યા પછી ચોક્કસથી એક જ વાત કહેશો કે દેશભક્તિ, પૈસામાં નથી તોળાતી. વધુ વાંચો અહીં...

શહીદોને શ્રદ્ધાજંલી: સુરત ડાયરામાં ઉડાવી નોટો, 1 કરોડ ભેગાશહીદોને શ્રદ્ધાજંલી: સુરત ડાયરામાં ઉડાવી નોટો, 1 કરોડ ભેગા

અજીત ડોવાલ: 1,62,500 રૂપિયા, માસિક પગાર

અજીત ડોવાલ: 1,62,500 રૂપિયા, માસિક પગાર

ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ જેમને પીઓકેના સર્જિકલ ઓપરેશનના માસ્ટમાઇન્ડ મનાય છે. તેમની માસિક સેલરી એક રિપોર્ટ મુજબ છે 1,62,500 રૂપિયા. એટલું જ નહીં આ પહેલા પણ અજીત ડોવાબ અનેક ખૂંખાર ઓપરેશનને સફળ અંજામ આપી ચૂક્યા છે.

સેના પ્રમુખ- 2.50 લાખ માસિક પગાર

સેના પ્રમુખ- 2.50 લાખ માસિક પગાર

તો જનરલ દલબીર સિંહ સુહાસ જે હાલ ભારતીય સેના પ્રમુખ છે તેમનો માસિક પગાર છે 2.50 લાખ રૂપિયા. તેમણે પણ આ મિશનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અને જો પાકિસ્તાન આ બાદ કંઇ પણ પગલા લેશે ત્યારે આ વ્યક્તિના નિર્ણયો જ આવનારા સમયમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

જનરલ રણવીર સિંહ- 1 લાખ 90 હજાર માસિક પગાર

જનરલ રણવીર સિંહ- 1 લાખ 90 હજાર માસિક પગાર

લેફ્ટિનેન્ટ જનરલ રણવીર સિંહ- DGMO (ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન) જેમણે વોર રૂમમાં બેસી આ સર્જિકલ ઓપરેશન દરમિયાન સૈનિકોને વિવિધ ઓર્ડર આપ્યા તેમનો માસિક પગાર છે 1 લાખ 90 હજાર રૂપિયા.

પેરા ટ્રૂપ કમાન્ડો

પેરા ટ્રૂપ કમાન્ડો

ઉપરોક્ત તમામ વ્યક્તિઓ કરતા વધારે જેની પર આ સર્જિકલ ઓપરેશનમાં ખતરો હતો. જેમણે પીઓકેમાં ધૂસીને આતંકીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું હતું તેવા પેરા ટ્રૂપ કમાન્ડોનો માસિક પગાર છે 30 હજાર રૂપિયા.

મનોહર પર્રિકર-1,90,000 રૂપિયા

મનોહર પર્રિકર-1,90,000 રૂપિયા

દેશના રક્ષામંત્રી તરીકે મનોહર પાર્રિકરને 52 હજાર બેઝિક પગાર સાથે અન્ય ભથ્થા મળીને 1,90,000 રૂપિયા મળે છે.

English summary
How much salary get ajit doval, army chief, defence minister of india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X