For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી કેવી રીતે બન્યા આટલા લોકપ્રિય, આ રહ્યાં 5 કારણો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: સતત ત્રીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીને અંતે ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દિધા. તેની પાછળ સૌથી મોટી કારણ છે દેશમાં તેમની વધતી જતી લોકપ્રિયતા અને કાર્યકર્તાઓના દબાણને સ્વિકારવામાં આવી રહ્યું છે.

નરેન્દ્ર મોદી આ શિખર સુધી એમ જ નથી પહોંચી ગયા. તેમની કામ કરવાની સ્ટાઇલ જ કંઇક એવી છે કે લોકો પ્રભાવિત થઇ જ જાય ચે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીને નાનામાં નાનું બાળક ઓળખે છે પરંતુ પોતાની છબિને રાષ્ટ્રિય કક્ષાની બનાવવા માટે તેમને ઘણી મહેનત કરી છે.

મંગળવારે એટલે કે આજે તેમનો જન્મ દિવસ છે. આજે દેશભરમાં તેમના પ્રશંસકો તેમનો જન્મ દિવસ અલગ અલગ અંદાજમાં ઉજવી રહ્યાં છે. ત્યારે આજે આપણે નરેન્દ્ર મોદી વિશે એવી ખાસ વાત જાણીએ જેના કારણે તેમને આટલી લોકપ્રિયતા મળી છે.

ગુજરાતનો વિકાસ

ગુજરાતનો વિકાસ

ગત દસ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ પોતાના અથાગ પ્રયત્ન બાદ ગુજરાતને એક મૉડલ રાજ્ય બનાવી દિધું. અહીં વીજળી, પાણી, રસ્તા, રોજગાર, કૃષિ, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રે જોરદાર વિકાસ થયો છે. આ વિકાસ નાનામાં નાના ગામડામાં પણ જોવા મળે છે. તેમને પ્રજાને જે વાયદા કર્યા હતા તે પૂરા કર્યા છે. તેમની આ છબિએ નરેન્દ્ર મોદીને એક ઇમાનદાર નેતાના રૂપમાં રજૂ કર્યા. આજે ગુજરાત દેશનું સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે.

યુવાનો પર ફોક્સ

યુવાનો પર ફોક્સ

આજે દેશની 65 ટકા વસ્તી યુવાન છે. નરેન્દ્ર મોદીએ પોતાના રાજકારણને યુવાનો આસપાસ રાખી છે. તે પોતાના રાજ્યમાં વિદ્યાર્થીઓને તથા બિઝનેસમેનોને મળે છે અને તેમની દરેક નાનામાં નાની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારી રોજગાર આધારિત ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી તે નોકરીની સાથે-સાથે સ્વરોજગાર માટે પણ પ્રેરિત થાય. અને આ જ કારણે દેશમાં યુવાનોની મોટી ફોજ તેમને પસંદ કરે છે.

સોશિયલ મીડિયામાં સક્રિય

સોશિયલ મીડિયામાં સક્રિય

નરેન્દ્ર મોદીએ લોકોને તથા ખાસ કરીને યુવાનોને જોડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે ખુદ કોમેન્ટ લખે છે અને લોકો સાથે વાતચીત કરે છે. લોકો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના પણ જવાબ આપે છે. નરેન્દ્ર મોદીની ટેક્નોક્રેટ નેતાવાળી તેમની છબિએ પણ પરફેક્ટ ભૂમિકા ભજવી છે.

સશક્ત વહીવટકર્તાની છબિ

સશક્ત વહીવટકર્તાની છબિ

નરેન્દ્ર મોદીની સશક્ત વહીવટકર્તા તરીકેની છબિ ધરાવે છે. તે નોકરશાહો અને સરકારી કર્મચારીઓનો યોગ્ય રીતે પ્રજાના હિતમાં ઉપયોગ કરે છે. તેમના કાર્યકાળ દરમિયાન સરકારી કર્મચારી એટલી ચુસ્તી અને સ્ફૂર્તિમાં આવી ગયા છે કે કોઇપણ કામ અટકતું નથી. ગુજરાતમાં સરકારી બાબૂઓ મોડી સાંજ સુધી કાર્યાલયોમાં જનતના કામો કરતાં નજરે ચઢે છે.

વિરોધી દ્વારા પ્રહારો

વિરોધી દ્વારા પ્રહારો

નરેન્દ્ર મોદી પર વિરોધી દ્વારા કરવામાં આવતાં આકરા પ્રહારોએ પણ તેમની છબિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વારંવાર નરેન્દ્ર મોદીની છબિને નકારાત્મકરીતે રજૂ કરવાના કારણે લોકોએ તેમનામાં રસ દાખવવાનું શરૂ કરી દિધું. નરેન્દ્ર મોદીની દરેક સારી નસરી વાતોને લોકો રસપૂર્વક વાંચવા લાગ્યા તથા જોવાનું પસંદ કરવા લાગ્યા. મીડિયાએ નરેન્દ્ર મોદીને ન્યૂ આઇટમના રૂપમાં સ્વિકાર્યા અને નરેન્દ્ર મોદીએ મીડિયાને.

English summary
How Narendra Modi became popular see this 5 reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X