For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો સરદાર પટેલ ના હોત તો આજે કરોડો ભારતીયો પાકિસ્તાની હોત...

|
Google Oneindia Gujarati News

[અંકુર સિંહ] સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના લાખો લોકો રન ફોર યૂનિટીમાં દોટ લગાવી. સરદાર પટેલ અને યૂનિટીનો એક મોટો સંબંધ છે. તે સંબંધ જે કરોડો ભારતીયોને એક સૂત્રમાં પરોવે છે. તે સંબંધ જે જેના કારણે કરોડો ભારતીય પાકિસ્તાની બનતા બચી ગયા. હા, જો સરદાર પટેલ ના હોત તો આજે કરોડો ભારતીય પાકિસ્તાની નાગરિક હોત.

sardar patel
એવું શું કર્યું હતું સરદારે...
દેશની 562 નાના રજવાડાઓને ભારતમાં એક કરવાનું ઐતિહાસિક કાર્ય સરદાર પટેલના અથાક પ્રયત્નો થકી શક્ય બન્યું હતું. સરદાર પટેલના આ પ્રયાસોનો સ્વીકાર કરતા મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે 'રજવાડાઓની જમસ્યા એટલી જટિલ હતી કે માત્ર તમે જ હલ કરી શકતા.' દુનિયાના ઇતિહાસમાં આ એક માત્ર ઉદાહરણ છે કે કોઇ નેતા આટલા બધા રજવાડાઓને એક દેશમાં સમાવવામાં સફળ રહ્યો હોય.

પરંતુ ઇતિહાસમાં સરદાર પટેલને તે સ્થાન ના મળી શક્યું જેના તેઓ હકદાર હતા. સરદાર પટેલ અને પંડિત નેહરૂ બંને સમકાલીન નેતા હતા પરંતુ સરદાર પટેલની ક્ષમતાનો અંદાજો પંડિત નેહરૂને પણ હતો, લોકો પટેલને નેહરૂના ઉત્તરાધિકારી માનવા લાગ્યા હતા. એવા ઘણા વ્યાખ્યાન ઇતિહાસમાં પડેલા છે જેનાથી પંડિત નેહરુ અને પટેલની વચ્ચેના ટકરાવને ઉજાગર કરે.

sardar patel
માત્ર 40 દિવસમાં કર્યું ભગીરથ કામ
માત્ર ચાળીસ દિવસની અંદર દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારતમાં સામેલ કરવાનો મોટો પડકાર સરદાર સામે હતો. જોકે 15 ઓગષ્ટ 1947 પહેલા જો આ રજવાડા ભારત અથવા પાકિસ્તાન કોઇની સાથે ના જોડાતા તો બીજા દિવસથી તેઓ પોતાને સ્વતંત્ર માની શકતા હતા. એવામાં આટલા ઓછા સમયમાં પટેલે આ તમામ રજવાડાઓને ભારતમાં સામેલ કરાવીને પોતાની કૂટનીતિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

sardar patel
રજવાડાઓનો વિલય...
સરદાર પટેલે રજવાડાઓને ભારતમાં સામેલ થવા માટે મૂળ મંત્ર એ બનાવ્યું હતું કે તમામ રજવાડાઓ અને રાજવીઓની અંદર દેશભક્તિની ભાવનાને જગાવવી. આ મૂળ મંત્રને લઇને સરદાર પટેલે દરેક રાજા-રજવાડાઓને ભારમાં સામેલ કરવાનો સંકલ્પ કર્યો. ઘણા રજવાડાઓએ માત્ર સરદાર પટેલની મુલાકાત બાદ પોતાને ભારતની સાથે રહેવાની જાહેરાત કરી દીધી હતી.

સરદાર પટેલે તમામ રજવાડાઓના રાજઓને એક ભારત માટે આગળ આવવા માટે સમજાવ્યા જેના પરિણામસ્વરૂપે ત્રણને છોડીને બાકિના બધા રજવાડાઓનો ભારતમાં વિલય થવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો. માત્ર જમ્મૂ અને કાશ્મીર, જૂનાગઢ તથા હૈદરાબાદના રાજાઓએ એવું કરવાનો ઇનકાર કર્યો હતો.

sardar patel
હૈદરાબાદ બન્યું ભારતનો ભાગ..
જ્યારે હૈદરાબાદના નિઝામે પટેલની એક ભારતની અવધારણાને માનવાનો ઇનકાર કરી દીધો તો સરદાર પટેલે 'ઓપરેશન પોલો' નામનું સૈન્ય અભિયાન ચલાવીને હૈદરાબાદને ભારતનો ભાગ બનાવ્યું. આ ઓપરેશનમાં કોઇના પણ જાનમાલની નુકસાની થઇ ન્હોતી. જુનાગઢ માટે પણ તેમણે એજ રસ્તો અપનાવ્યો.

sardar patel
કેવી રીતે લક્ષદ્વીપને પાકિસ્તાનથી છીનવ્યું...
લક્ષદ્વીપ સમૂહને ભારતમાં લાવવા પાછળ સરદારનો જ હાથ હતો. આ ક્ષેત્રના લોકો દેશની મુખ્યધારાથી કપાયેલા હતા અને તેમને ભારતની આઝાદીની જાણકારી 15 ઓગષ્ટ 1947 બાદ મળી.

જોકે આ વિસ્તાર પાકિસ્તાનની નજીક ન્હોતું પરંતુ પટેલને એ વાતનો અંદેશો આવી ગયો હતો કે ત્યાં પાકિસ્તાન પોતાનો ઝંડો લહેરાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. માટે એવી કોઇ પણ સ્થિતિને ટાળવા માટે પટેલે લક્ષદ્વીપમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા ભારતીય નૌકાદળનું એક જહાજ મોકલ્યું.

આના થોડા કલાક બાદ જ પાકિસ્તાની નૌકાદળના જહાજ લક્ષદ્વીપની પાસે દેખાયા પરંતુ દ્વીપ પર ભારતીય ધ્વજ જોઇ તેઓ પાછા કરાચી રવાના થઇ ગયા.

sardar patel
English summary
How Sardar Patel saved crores of Indians to become Pakistani? This is actually rarely known fact about Sardar Vallabhbhai Patel. On his birth anniversary you must remember him and give him tribute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X