For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દર 3 મિનિટે ભારતમાં રોડ અકસ્માતના લીધે થાય છે 1 મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂન: મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું એક રોડ અકસ્માતમાં અકાળે મોત નિપજ્યું છે. તેમના નિધનથી રાજકીય વર્તુળમાં શોક પ્રસરી ગયો છે. ભાજપના કદાવર નેતા ગોપીનાથ મુંડેના નિધને એવા બિંદુ તરફ ઇશારો કર્યો છે, જે દરરોજ આપણી સામે આવે છે પરંતુ આપણે કદાચ આને નજરઅંદાજ કરી દઇએ છીએ.

રોડ અકસ્માત એક એવી સમસ્યા બનતી જાય છે જેના લીધે હવે વધુમાં વધુ લોકોના અકાળે મોત નિપજે છે. આશા છે કે ગોપીનાથ મુંડેના મોત બાદ કેન્દ્ર સરકાર તરફથી આ સ્થિતીને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો તરફથી વર્ષ 2013માં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2012માં 1,39,091 લોકોએ પોતાના જીવ અલગ-અલગ ભાગોમાં થયેલા 4,40,042 અકસ્માતોમાં ગુમાવ્યા હતા.

યૂનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન તરફથી રોડ અકસ્માતના વધતા જતા કિસ્સા પર ખાસી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ રોડ અકસ્માતો સાથે જોડાયેલી કેટલીક ખાસ જાણકારીઓ.

રોડ અકસ્માતમાં ભારત નંબર વન

રોડ અકસ્માતમાં ભારત નંબર વન

ભારતમાં રોડ અકસ્માતો પર ડબ્લ્યૂએચઓ તરફથી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠન દ્વારા ગત વર્ષે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટનું માનીએ તો રોડ અકસ્માતમાં થનાર મોતમાં ભારત નંબર વન છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એક્સિડેન્ટસ અને મોતોનું ખાસ કારણ પૂર ઝડપ, દારૂ પીને ડ્રાઇવિંગ કરવું, સીટ બેલ્ટ ન બાંધવો અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ન હોવું.

માર્ગ પરિવહન મંત્રાલયનો રિપોર્ટ

માર્ગ પરિવહન મંત્રાલયનો રિપોર્ટ

વર્ષ 2012માં માર્ગ પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટનું માનીએ તો દેશમાં દર ત્રણ મિનિટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજે છે. ડબ્લ્યૂએચઓના અનુસાર નિયમોની અનદેખી કરવાના લીધે પણ દેશમાં રોડ અકસ્માતોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

પરંતુ મોતોમાં વધારો

પરંતુ મોતોમાં વધારો

માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટ અનુસાર વર્ષ 2010ની તુલનામાં દેશમાં થનાર રોડ અકસ્માતોમાં ઘટાડો આવ્યો છે પરંતુ તેમાં થનાર મોતોના આંકડામાં વધારો થઇ રહ્યો છે.

10 વર્ષોથી યથાવત છે રેકોર્ડ

10 વર્ષોથી યથાવત છે રેકોર્ડ

ગત વર્ષે એનસીઆરબીનો જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તે મુજબ તમિલનાડુ દેશનું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ રોડ અકસ્માત થાય છે. રાજ્યમાં વર્ષ 2012માં કુલ 67,757 રોડ અકસ્માત થયા જેમાંથી 16,175 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 10 વર્ષોથી તમિલનાડુ રોડ અકસ્માતોમાં નંબર વન પર છે.

2012માં 15,109 મોત

2012માં 15,109 મોત

તમિલનાડુ બાદ ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. અહીં પર વર્ષ 2012માં 24,478 રોડ અકસ્માત થયા જેમાંથી 15,109 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આંધ્ર પ્રદેશમાં 39,344 એક્સિડેન્ટમાં 14,966 મોત, મહારાષ્ટ્રમાં 45,247 એક્સિડન્ટમાંથી 12,936 મોત નોંધવામાં આવ્યા. તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં વર્ષ 2012માં 6,927 એક્સિડન્ટ થયા જેમાં 1,866 લોકોના મોત નિપજ્યાં.

15 થી 24 વર્ષની ઉંમરના 30 ટકા લોકો

15 થી 24 વર્ષની ઉંમરના 30 ટકા લોકો

માર્ગ પરિવહન મંત્રાલય તરફથી જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું દેશમાં થનાર રોડ અકસ્માતોમાં 51.9% સંખ્યા તે લોકોની છે તેમની ઉંમર 26 થી 65 વર્ષની છે. આ સાથે જ 15 થી 24 વર્ષની ઉંમરમાં રોડ અકસ્માતોમાં મૃત્યું પામનારોમાં યુવાનોની સંખ્યા 30.3% છે.

વર્ષ 2011 થી 2020 સુધી

વર્ષ 2011 થી 2020 સુધી

દુનિયાભરમાં વધતા જતા રોડ અકસ્માતોના લીધે હેરન ડબ્લ્યૂએચઓ તરફથી વર્ષ 2011માં રોડ સુરક્ષા દસક નામથી એક પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ લોકોને જાગૃત તેમને રોડ દુર્ઘટનાથી બચાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

English summary
India is number one when it comes to death caused Road accident. After the death of BJP senior leader and cabinet minister Gopinath Munde this issue should get prominence in central government's agenda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X