For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારુ ઓફિસમાં ચાલી રહ્યુ છે ચક્કર, તો થઈ શકે છે આ સાઈડ ઈફેક્ટ

જો તમે પણ પોતાની ઓફિસમાં કોઈને પસંદ કરતા હોવ તો તેને ડેટ પર લઈ જતા પહેલા આ વાતો પર ધ્યાન આપજો.

|
Google Oneindia Gujarati News

ઓફિસમાં અફેર કરવો રોમાંચક થવાની જગ્યાએ ક્યારેક ક્યારેક ખતરનાક પણ થઈ શકે છે. ઘણા લોકો ઓફિસમાં કો-વર્કર સાથે અફેર હોવાના કારણે જલ્દી છવાઈ જાય છે. સામાન્ય લોકો જ નહિ પરંતુ ફેમસ પર્સનાલિટીઝ પણ ઓફિસ અફેરના કારણે સમાચારોમાં છવાઈ ચૂક્યા છે. સૌથી વધુ ચર્ચિત ઓફિસ અફેર યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને વ્હાઈટ હાઉસના પૂર્વ ઈંટર્ન મોનિકા લેવિંસ્કીનું રહ્યુ છે. આ અફેર એ સમયે સૌથી વધુ ચર્ચિત અફેર્સમાંનો એક હતો. બાદમાં ક્લિંટને આ વાતને સ્વીકારતા માન્યુ હતુ કે તેમનો આ સંબંધ નૈતિક રીતે યોગ્ય નહોતો પરંતુ એવુ જરૂરી નથી કે ઓફિસ અફેર કરવુ ખોટુ છે. ઘણા વાર તમને વર્કિંગ પ્લેસમાં પણ તમારો જીવનસાથી મળી જાય છે.

જેમ મલિંડા અને બિલ ગેટ્સનુ જ ઉદાહરણ લઈ લો. મલિંડાએ 1987માં માઈક્રોસોફ્ટ કૉર્પોરેશન જોઈન કર્યુ હતુ. અહીં તેમનુ અફેર બિલ ગેટ્સ સાથે થયુ હતુ અને બંનેએ 1994માં લગ્ન કરી લીધા હતા. જ્યાં અમુક લોકો માટે ઓફિસ અફેર જીવનમાં ખુશીઓ ફેલાવે છે તો અમુક લોકો માટે માથાનો દુઃખાવો પણ બની જાય છે. જેમ પ્રેમ અને લગ્નની સાઈડ ઈફેક્ટ હોય છે તેમ ઓફિસ અફેરની પણ ઈફેક્ટ્સ જરૂર હોય છે. જો તમે પણ પોતાની ઓફિસમાં કોઈને પસંદ કરતા હોવ તો તેને ડેટ પર લઈ જતા પહેલા નીચે જણાવેલી વાતો પર ધ્યાન આપજો.

બંને તરફ હોવો જોઈએ પ્રેમ

બંને તરફ હોવો જોઈએ પ્રેમ

સહકર્મી સાથે પ્રેમ કરવામાં કંઈ ખોટુ નથી પરંતુ ત્યારે જ્યારે તે પણ તમને પ્રેમ કરતો હોય. આવુ થયુ તો બરાબર પરંતુ જો આવુ ન હોય તો તમારે રિજેક્શન સ્વીકારવા માટે તૈયાર રહેવુ જોઈએ. રિજેક્ટ કર્યા બાદ પણ કોઈની પાછળ પડી રહેવુ તમારી કરિયર માટે ખતરો બની શકે છે.

શું ઓફિસ પૉલિસીમાં આવુ કંઈ તો નથી

શું ઓફિસ પૉલિસીમાં આવુ કંઈ તો નથી

ઑફિસમાં ડેટિંગ કરતા પહેલા એ જરૂર જાણી લો કે આ બાબતે તમારી ઑફિસમાં શું નિયમ છે. જો તમારો અફેર નિયમોની વિરુદ્ધ છે તો આનાથી દૂર જ રહો.

આ પણ વાંચોઃ ગણપતિ વિસર્જન પર સિગરેટ પીતા દેખાયા સલમાન ખાન, Video થયો વાયરલઆ પણ વાંચોઃ ગણપતિ વિસર્જન પર સિગરેટ પીતા દેખાયા સલમાન ખાન, Video થયો વાયરલ

પર્સનલ લાઈફને ઑફિસથી રાખો અલગ

પર્સનલ લાઈફને ઑફિસથી રાખો અલગ

ઑફિસમાં રોમાંસ કરવાનુ સૌથી મોટુ નુકશાન એ જ છે કે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખવામાં મુશ્કેલી થાય છે. જો કે જો તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળવામાં સફળ રહ્યા તો ઑફિસ રોમાંસમાં સફળતા મળી શકે છે.

ધ્યાન ભટકાવાથી બચો

ધ્યાન ભટકાવાથી બચો

જો તમે પોતાના લવરની આસપાસ જ બેસતા હોય તો એવામાં કામ પર ધ્યાન આપવુ મુશ્કેલ બની જાય છે. આનાથી ઑફિસમાં તમારી પ્રોડક્ટીવિટી પણ ઘટી શકે છે.

ઑફિસમાં ગૉસિપ બનવા માટે તૈયાર થઈ જાવ

ઑફિસમાં ગૉસિપ બનવા માટે તૈયાર થઈ જાવ

હવે ઑફિસમાં પ્રેમ કરશો તો ગૉસિપ તો થશે જ. તમારે પોતાના વિશે એવી કોઈ સાંભળવા મળી શકે છે જેને જાણીને તમે ચોંકી જશે. શું તમે આ બધા માટે તૈયાર છો?

બ્રેકઅપ થવાની સ્થિતિમાં શું કરશો

બ્રેકઅપ થવાની સ્થિતિમાં શું કરશો

ઘણી વાર પ્રેમ તો થઈ જાય છે પરંતુ વાત વધુ દૂર સુધી નથી જઈ શકતી. ઑફિસમાં પ્રેમ કરવાના ફાયદા અને નુકશાન બંને છે. એવામાં તમારે જોવાનુ એ છે કે શું આ સંબંધ ફેલ થયા બાદ પણ તમે એની સાથે કામ કરી શકો છો કે નહિ.

English summary
Is it okay to have an office affair? Here’s what you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X