For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદ નહીં જીવન છે યોગ, જાણો સૂર્ય નમસ્કારના 10 ફાયદા

|
Google Oneindia Gujarati News

[સ્વાસ્થ્ય] યૂએન દ્વારા યોગને આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરાયા બાદ મોદી સરકાર 21 જૂનના રોજ ઐતિહાસિક દિવસ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. દેશભરમાં ઘણા સ્થળોએ સામૂહિક યોગ કરવાનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

પરંતુ આ બધાની વચ્ચે યોગને લઇને ઘણા વિવાદો પણ ઊભા થયા છે. મુસ્લિમ ધર્મના ઘણા ધર્મગુરૂઓએ તેને ધાર્મિક ગણાવીને તેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ બહિષ્કારનું મુખ્ય કારણ સૂર્ય નમસ્કાર છે. પરંતુ આપે યોગને ધર્મથી અલગ રાખીને તેનો લાભ ઊઠાવવાની જરૂર છે. જે સૂર્ય નમસ્કાર પર આટલો વિવાદ છે આપે તેના ફાયદા અંગે જાણવું જોઇએ.

વજન ઓછુ કરવામાં મદદરૂપ

વજન ઓછુ કરવામાં મદદરૂપ

આમતો યોગ કરવાથી શરીરની તમામ માંસપેશીઓને લાભ મળે છે પરંતુ વજન ઓછુ કરવામાં તે ખૂબ જ મદદરૂપ થાય છે. તે થાઇરોઇડને કંટ્રોલ કરવામાં મદદરૂપ બને છે.

શરીરનું સંતુલન બનાવી રાખે છે

શરીરનું સંતુલન બનાવી રાખે છે

સૂર્ય નમસ્કારથી શરીરના સંતુલનને બનાવી રાખવામાં મદદ મળે છે. પરંતુ સૂર્યના પ્રકાશમાં તેને કરવાથી શરીરરના દુ:ખાવાને લાભ મળે છે જે ખોટી રીતે બેસવામાં આવ્યા હોય.

પાચનશક્તિને સારી બનાવે છે

પાચનશક્તિને સારી બનાવે છે

સૂર્ય નમસ્કારનો સૌથી મોટો ફાયદો છે કે તે પાચનશક્તિમાં વધારો કરે છે. અપચાથી થનારી ગંભીર બિમારીઓથી પણ રાહત સૂર્ય નમસ્કારથી મળે છે.

હાડકાઓને મજબૂત કરે છે

હાડકાઓને મજબૂત કરે છે

સવારે વહેલા ઊઠીને સૂર્યના પ્રકાશમાં સૂર્ય નમસ્કાર કરવાથી આપના હાડકાઓ મજબૂત બને છે. સૂર્યથી આપને વિટામિન ડી મળે છે જે હાડકાઓને મજબૂત કરે છે.

તણાવથી મળે છે રાહત

તણાવથી મળે છે રાહત

શરીરની દરેક માંસપેશીને રાહત અપાવવા ઉપરાંત સૂર્ય નમસ્કારથી આપને માનસિક શાંતિ પણ મળે છે.

આંતરડા માટે પણ લાભદાયક

આંતરડા માટે પણ લાભદાયક

સૂર્ય નમસ્કાર દરમિયાન શરીરને ખેંચવાથી આંતરડાઓને ખૂબ જ ફાયદો મળી શકે છે. અને અપચા જેવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.

અનિંદ્રામાંથી મળે છે રાહત

અનિંદ્રામાંથી મળે છે રાહત

જો યુવાનોમાં અનિંદ્રાની બીમારી હોય તો તેમણે સૂર્ય નમસ્કાર ચોક્કસ કરવું જોઇએ જેથી તેમની આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે.

બ્લડપ્રેશકને ઠીક કરે છે

બ્લડપ્રેશકને ઠીક કરે છે

સૂર્ય નમસ્કાર દરમિયાન આપે શીરરની તમામ માંસપેશિયોમાં તાણ પેદા થાય છે જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે જોકે આપને ઊર્જા આપવામાં ખૂબ જ મદદ કરે છે.

માસિક ધર્મ પણ યોગ્ય રહે છે

માસિક ધર્મ પણ યોગ્ય રહે છે

ઘણી યુવતીઓમાં માસિક ધર્મ યોગ્ય સમયે નહીં આવવાની ફરિયાદ હોય છે, પરંતુ સૂર્ય નમસ્કાર આપને આ સમસ્યામાંથી બહાર લાવી શકે છે.

ચહેરા પર નૂર પાછું આવે છે

ચહેરા પર નૂર પાછું આવે છે

શરીરમાં લોહીનું સંચાર બરાબર થવાના કારણે આપના આંતરડા બરાબર કાર્ય કરે છે જે આપના શરીરની ત્વચાને નવા પ્રાણ પૂરે છે. એવામાં આપની ત્વચા પરથી કરચલીઓ સહીતની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

English summary
Amidst of controversy over YOga know what are the 1- freat profits of Surya Namskar, it can help you to improve many of your health issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X