For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસીઓ માટે સર્વે: કોલકાતા સૌથી મોંઘું, અમદાવાદ સૌથી સસ્તું!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 જુલાઇ : દેશમાં બે લોકોને બે રાતની રજા માણવા માટે કોલકાતા સૌથી મોઘું શહેર છે. જ્યારે બીજી બાજું આ મામલામાં અમદાવાદ સૌથી સસ્તું શહેર છે. એક સર્વેક્ષણમાં આ તથ્ય સામે આવ્યું છે.

ટ્રાવેલ પોર્ટલ ટ્રિપએડવાઇઝરના સર્વેક્ષણ અનુસાર 'સિટી ઓફ જોય'એ મોંઘા શહેરના રૂપમાં 'સિટી ઓફ ડ્રીમ્સ'ને પાછળ રાખી દીધું છે. કોલકાતામાં બે લોકો માટે બે રાત રોકાવાનો ખર્ચ 10,115 રૂપિયા થશે, જ્યારે અમદાવાદમાં આ ખર્ચ 6,406 રૂપિયા થશે. કોલકાતા આ મામલામાં અમદાવાદથી દોઢ ઘણું મોંઘું શહેર છે.

આ સર્વેક્ષણ આઠ શહેરો મુંબઇ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, પૂણે, બેંગલૂરું, અમદાવાદ અને હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. ટ્રિપએડવાઇઝરે પ્રમુખ ભારતીય મહાનગરો પર વાર્ષિક ટ્રિપ ઇંડેક્સનું ત્રીજું સંસ્કરણ જારી કર્યું છે.

આ સર્વેક્ષણનો ઉદ્દેશ્ય પ્રવાસીઓને આ શહેરોમાં રોકાવા માટે ખર્ચ અંગેની જાણકારી આપવાનો છે. જેમાં બે રાત રોકાવા ખર્ચ ઉપરાંત, ખાવાપીવા, અને ટેક્સી ભાડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હોટલોના મામલામાં મુંબઇ સૌથી મોંઘું શહેર છે.

મુંબઇમાં હોટલ રૂમનું ભાડું 7,580 રૂપિયા છે જ્યારે પૂણેમાં હોટલ રૂમનું ભાડું સૌથી ઓછું 5,230 રૂપિયા છે. ટેક્સી સેવાના મામલામાં મુંબઇ સૌથી સસ્તું છે. બે કિલોમીટરની ટેક્સીથી બે વ્યક્તિઓ માટે મુંબઇમાં ખર્ચ 84 રૂપિયા થશે, જ્યારે ચેન્નાઇમાં આ ખર્ચ 230 રૂપિયા થશે.

ડિનરના મામલામાં દિલ્હીમાં બે વ્યક્તિઓનો ખર્ચ 2,767 રૂપિયા થશે જ્યારે, અમદાબાદમાં બે વ્યક્તિઓ માટે 593 રૂપિયાનો જ ખર્ચ થશે. દિલ્હીમાં બીયર સૌથી સસ્તી તથા હૈદરાબાદમાં સૌથી મોંઘી છે.

ટ્રિપએડવાઇઝર ઇન્ડિયાના મેનેજર નિખિલ ગંજૂએ જણાવ્યું હતું કે ટ્રિપઇન્ડેક્સ લોકોને પ્રવાસનું આયોજન કરવામાં મદદ કરે છે. આનાથી તેઓ જાણકારી મેળવી શકે છે કે મહાનગરમાં તેમને કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે. અને તે તેમના બજેટ અનુસાર છે કે નહી.

હોટલના રૂમનું ભાડું એક ફોર સ્ટાર હોટલમાં એવરેજ એક રાતના ભાડાના આધારે નક્કી કરાયું છે. પ્રત્યેક ગંતવ્ય પર હોટલ ભાડાની એવરેજ 1 જૂનથી 31 ઓગસ્ટની સમયઅવધીના આધારે નીકાળવામાં આવ્યું છે.

દિલ્હી કેટલી ખર્ચાળ?

દિલ્હી કેટલી ખર્ચાળ?

ડિનરના મામલામાં દિલ્હીમાં બે વ્યક્તિઓનો ખર્ચ 2,767 રૂપિયા થશે જ્યારે, અમદાબાદમાં બે વ્યક્તિઓ માટે 593 રૂપિયાનો જ ખર્ચ થશે. દિલ્હીમાં બીયર સૌથી સસ્તી તથા હૈદરાબાદમાં સૌથી મોંઘી છે.

મુંબઇ કેટલું ખર્ચાળ?

મુંબઇ કેટલું ખર્ચાળ?

મુંબઇમાં હોટલ રૂમનું ભાડું 7,580 રૂપિયા છે જ્યારે પૂણેમાં હોટલ રૂમનું ભાડું સૌથી ઓછું 5,230 રૂપિયા છે. ટેક્સી સેવાના મામલામાં મુંબઇ સૌથી સસ્તું છે. બે કિલોમીટરની ટેક્સીથી બે વ્યક્તિઓ માટે મુંબઇમાં ખર્ચ 84 રૂપિયા થશે

કોલકાતા કેટલું ખર્ચાળ?

કોલકાતા કેટલું ખર્ચાળ?

કોલકાતામાં બે લોકો માટે બે રાત રોકાવાનો ખર્ચ 10,115 રૂપિયા થશે.

પુણે કેટલું ખર્ચાળ

પુણે કેટલું ખર્ચાળ

પૂણેમાં હોટલ રૂમનું ભાડું સૌથી ઓછું 5,230 રૂપિયા છે.

અમદાવાદ કેટલું ખર્ચાળ?

અમદાવાદ કેટલું ખર્ચાળ?

અમદાવાદમાં આ ખર્ચ 6,406 રૂપિયા થશે. કોલકાતા આ મામલામાં અમદાવાદથી દોઢ ઘણું મોંઘું શહેર છે.અમદાબાદમાં બે વ્યક્તિઓના ડિનર માટે 593 રૂપિયાનો જ ખર્ચ થશે.

English summary
Holiday trip survey : Kolkata is very costly and Ahmedabad is very cheap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X