શું તમને MDHનું ફુલફોર્મ ખબર છે? જાણો આ મસાલા કિંગ વિશે!

Subscribe to Oneindia News

ટીવી પર તમે એમડીએચ મસાલાની જાહેરાત ચોક્કસથી જોઇ હશે. જાહેરાતમાં મસાલાની દુનિયાના રાજા કહેવાતા વડીલ ધર્મપાલ ગુલાટીને પણ ચોક્કસથી જોયા હશે. મસાલાના રાજા આજે 94 વર્ષના થઇ ગયા છે. વિશ્વમાં મસાલાના સ્વાદથી પોતાની ઓળખાણ બનાવનાર ધરમપાલ ગુલાટીની જિંદગી પણ ઘણા ઉતાર- ચઢાવ ભરેલી રહી છે.

mdh

ધર્મપાલ ગુલાટીના પિતા ચુનીલાલ ગુલાટીની સિયાલકોટમાં "મહશય દી હટ્ટી" નામથી એક દુકાન ચલાવતા હતા. જેના પરથી એમડીએચનુ નામ પડવામાં આવ્યો હતો. ભારતના ભાગલા પછી તેમનો કુટુંબ સિયલકોટથી દિલ્હીના કરોલ બાગમાં કાયમી વસવાટ માટે આવ્યો હતો. ભાગલા પછી ભારતમાં આવ્યા બાદ ધરમપાલ ગુલાટી દિલ્હીના કુતુબ રોડ પર પહેલા ઘોડા ગાડી ચલાવતા હતા. ત્યાર બાદ તેમને મસાલાને ખાંડીને વેચવાનું શરૂ કર્યુ. અને સમય જતા તેમનો બિઝનેસ ફેલાવા લાગ્યો. હાલમાં ધર્મપાલ ગુલાટી કુટુંબના વડાની ભૂમિકા ભજવી રહ્યા છે. દરેક મુખ્ય નિર્ણય માત્ર તેમની માહિતી બાદ લેવામાં આવે છે. ધર્મપાલ ગુલાટી આર્ય સમાજના સમર્થક છે.

mdh

કરોલ બાગમાં નથી પહેરતા પગરખુ

ધર્મપાલ ગુલાટી દિલ્હીના કરોલ બાગમાં હજી પણ ઉઘાડા પગે ફરે છે. આનું કારણ જણાવતા તેમણે એક વાર તેમના એક મિત્ર કહ્યું કે મારા માટે કરોલ બાગ એક મંદિર કરતા ઓછુ નથી. આજ કરોલ બાગમાં હું ખાલી હાથે આવ્યો હતો. અહીંયા રહીને જ મેં મારા બિઝનેસ જીવનમાં મોટી ઊંચાઈઓને સ્પર્શ કર્યો છે. આજે ધર્મપાલ ગુલાટી ભારતના એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખાય છે.

English summary
MDH Masala king Dharampal Gulati life journey. Read here more.
Please Wait while comments are loading...