For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેકનોલોજીની દુનિયામાં રાજ કરી રહી છે આ મહિલાઓ

|
Google Oneindia Gujarati News

હવે એ દિવસો ગયા જ્યારે દરેક ક્ષેત્રમાં પુરુષોનું વર્ચસ્વ રહેતું હતું, જો આપ નજર ફેરવીનો જુઓ તો દુનિયાના ઘણા એવા શ્રેષ્ઠ હોદ્દાઓ છે જેમાં મહિલાઓ બિરાજમાન છે.

આજે અમે આપના માટે આવી જ કેટલીક શક્તિશાળી મહિલાઓની સૂચિ લઇને આવ્યા છીએ, જે દુનિયાની દિગ્ગજ કંપનીઓની સીઇઓ, ચીફ ઓફીસર જેવા હોદ્દાઓ પર કાર્યરત છે.

આ રહી ટેકનોલોજી વર્લ્ડની સૌથી પાવરફૂલ મહિલાઓ...

શેરિલ સેંડબર્ગ, ફેસબુક સીઓઓ

શેરિલ સેંડબર્ગ, ફેસબુક સીઓઓ

હાલમાં બિલિનિયોનેર ક્લબમાં સામેલ થયેલી ફેસબુકની સીઇઓ શેરિલ સેંડબર્ગે 6 વર્ષ પહેલા ગૂગલ છોડીને ફેસબુક જોઇન કર્યું હતું. ફેસબુકમાં તેઓ સીધા સીઓઓના પદ પર આવ્યા હતા. શેરિલ સેંડબર્ગના ફેસબુકમાં 12.3 મિલિયનના પર્સનલ શેર છે. આ ઉપરાંત શેરિલ સ્ટાર બોક્સ અને વોલ્ટ ડિઝનીના બોર્ડમાં પણ સામેલ છે.

મેગ વ્હિટમેન, સીઇઓ, એચપી

મેગ વ્હિટમેન, સીઇઓ, એચપી

મેગ વ્હિટમેન પીસી કંપની એચપીમાં ચીફ એક્ઝ્યુકિટિવ ઓફિસરના પદ પર વ્હિટમેને 2010માં એચપીના બોર્ડમાં સામેલ થયા હતા, અને 2011માં તેમણે સીઇઓનો હોદ્દો સંભાળ્યો. મેગ વ્હિટમેનની મંથલી સેલેરી 1.5 મિલિયન ડોલર છે. એચપી ઉપરાંત વ્હિટમેન ઇબે ફાઉન્ડેશન, પ્રોક્ટર એન્ડ ગેંબલ અને ડ્રીમ વર્કએસકેજીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં પણ સામેલ છે.

વર્જિનિયા રોમેટી, આઇબીએસ સીઇઓ

વર્જિનિયા રોમેટી, આઇબીએસ સીઇઓ

વર્જિનિયા રોમેટી પહેલી એવી મહીલા હેડ હતી જે કોઇ કંપનીમાં આટલા મોટા હોદ્દા માટે નામિનેટ કરવામાં આવી હતી. ફોર્ચ્યૂન મેગેઝિને તેમને 50 દુનિયા કરીને સૌથી પાવરફુલ બિઝનેસ મહિલાની સૂચિમાં સામેલ કર્યા હતા. રોમેટી આઇબીએમ ગ્લોબલ બિઝનેસ સર્વિસની વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.

કિમ પોલ્સી, સિલિકોન વેલી

કિમ પોલ્સી, સિલિકોન વેલી

કિમ પોલ્સી સિલિકોન વેલીની જાણીતી ઇન્ટરપ્રેન્યોર અને બિઝનેસ લિડર છે. કિમ 1995માં મારિંબા નામની ઇન્ટરનેટ બેસ્ટ આઇટી કંપનીમાં સીઇઓના પદ પર કાર્ય કરતી હતી હવે તે સનમાં જાવા પ્રોડેક્ટ મેનેજર છે. કિમે 1984માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી બીએ ઇન બાયોફિઝિક્સની ડિગ્રી મેળવી હતી.

નોરા ડેંઝેલ

નોરા ડેંઝેલ

નોરા ડેંઝેલ સૌથી પહેલા આઇબીએમમાં સોફ્ટવેર એન્જિનિયર હતા બાદમાં તેમણે માર્કેટિંગ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. 2008માં નોરાએ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળ્યું. નોરાએ ન્યૂયોર્ક સ્ટેટ યુનિવર્સિટીથી બેચલરની ડિગ્રી લીધા બાદ, સંતા ક્લારા યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયન્સમાં એમબીએ કર્યું.

ડો. વેલેંટિના સલાપૂરા

ડો. વેલેંટિના સલાપૂરા

ડો. વેલેંટિના આઇબીએમની માસ્ટર ઇનવેન્ટર અને સિસ્ટમ આર્કિટેક છે. આ સમયે વેલેંટિના પાવર 8 પ્રોસેસર ડેફિનેશન ટીમની ટીમ લીડર છે. તેમણે અભ્યાસમાં વેલેંટિનાના ટેકનેશે યુનિવર્સિટી વિયના, ઓસ્ટ્રિયાથી પીએચડીની ડિગ્રી હાસલ કરી, ત્યારબાદ સલાપૂરાએ યુનિવર્સિટી ઓફર જાગ્રેબથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી લીધી.

ઉરસુલા બર્ન

ઉરસુલા બર્ન

ઉરસુલા બર્ન 2009થી જિરોક્સના સિઇઓ પદ પર કાર્યરત છે. ઉરસુલા પહેલી એવી અમેરિકન આફ્રિકન મહિલા છે જેમને ફોર્ચ્યૂન 500 કંપનીઓમાં સ્થાન મળ્યું છે. બર્ને પોતાના કારકિર્દીની શરૂઆત 1992માં જિરોક્સમાં ઇન્ટર્નશિપ દરમિયાન કરી હતી. ઉરસુલાએ ન્યૂયોર્કના પોલીટેકનિક ઇસ્ટીટ્યૂટથી મિકેનિકલ માસ્ટર ડિગ્રી હાસલ કરી છે.

મારિસા મેયર, યાહુ

મારિસા મેયર, યાહુ

37 વર્ષિય મારિસા મેયર યાહુની મુખ્ય કાર્યકારી અધિકારી છે. મેયર આ પહેલા ગૂગલની કોર ટીમમાં સામેલ હતા. મેયર ગૂગલમાં ગૂગલ મેપ્સ, ગૂગલ અર્થ, ગેજેટ, સ્ટ્રીટ વ્યૂ સહિત સ્થાનિય અને ભૌગોલિક ઉત્પાદનો સાથે જોડાયેલ પ્રવૃત્તિને સંભાળી હતી. યાહુની ચીફ મારિસા મેયરે છ મહીના દરમિયાન એક અરબ 96 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમને આ રકમ સેલેરી, બોનસ અને સ્ટોક તરીકે મળી છે.

English summary
Most Powerful women in technology world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X