તમારા ઘરમાં રાખેલા સોના અંગે આ સમાચાર વાંચ્યા તમે?

Posted By:
Subscribe to Oneindia News

નાણાં મંત્રાલયે જાહેર કર્યા મુજબ વિવાહિત મહિલાઓ 500 ગ્રામ સોનું રાખી શકે છે જ્યારે અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ. તમારા ઘરમાં પડેલા સોના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સામાન્ય લોકો માટે સોનું રાખવાની સીમા નક્કી કરી છે.

gold

નાણાં મંત્રાલયે જણાવ્યા મુજબ પરણિત મહિલાઓ માટે 500 ગ્રામ સોનાને તપાસ દાયરાની બહાર રાખવામાં આવ્યું છે. ત્યાં જ અપરણિત મહિલાઓની સોનું રાખવાની સીમા 250 ગ્રામ સુધીની છે. ત્યાં જ પુરુષોને સોનું રાખવાની સીમા 100 ગ્રામ રાખવામાં આવી છે.

જો કે નાણાં મંત્રાલયે વારસાગત અને ઘરમાં રાખેલા સોના પર કોઇ ટેક્સ ન લેવાનું જણાવ્યું છે. અને સાથે જ લોકોને આવકથી વધુ સોનું રાખવા પર પણ કોઇ પ્રતિબંધ નથી લગાવ્યો.કેન્દ્ર સરકારના આ નિર્ણયનો મતલબ સાફ છે કે નક્કી કરેલી લિમીટથી વધુ સોનું હશે તો આયકર વિભાગ કાર્યવાહી કરી શકે છે. અને તેની પાસે નક્કી કરેલી કિંમતથી વધારે સોનું હશે તેને તેના પર ટેક્સ આપવો પડશે.

નોંધનીય છે કે સરકારને આ મામલે સ્પષ્ટતા એટલા માટે આપવી પડી કારણ કે લોકસભામાં પાસ થયેલા નવા આઇટી બિલના આવ્યા પછી તેવી અફવાઓ ચાલી રહી હતી કે ઘરમાં રાખેલા સોના પર પણ તપાસ કરવામાંઆવે છે. જો કે સરકારના આ નિયમની જાહેરાત પછી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

English summary
Finance Ministry says No seizure of gold jewellery to extent of 500 gms per married lady.
Please Wait while comments are loading...