ચાઇનાના આ ફોન ઓછી કિંમતમાં આપી રહ્યા છે સેમસંગ અને નોકિયા કરતા સારા ફીચર

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન માર્કેટમાં ચાઇનાઝ કંપનીઓના મોબાઇલની ખૂબ જ બોલબાલા છે, મોબાઇલ ફોન માર્કેટ તો ચાઇનીઝ કંપનીઓથી ભરેલું પડ્યું છે. હાલમાં જ ચાઇનાની ઓપોએ પણ પોતાનો પહેલો સ્માર્ટફોન એન1 લોન્ચ કર્યો હતો જેમાં દુનિયાનો પહેલો સ્વ્રિલ કેમેરો આપવામાં આવેલો છે જે ફ્રંટ અને રિયર બંને કેમેરાનું કામ કરે છે.

પરંતુ આ ઓપોનો હાઇઇંડ સ્માર્ટફોન છે, ભારતીમાં ઇંટ્રીલેવલ બજારની માંગને જોતા કંપનીએ ફાઇંડ 5 અને નિયો નામથી બે નવા મિડ રેન્જ સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે. ઓપો 5 ફાઇંડની કિંમત 19,490 રૂપિયા છે, જ્યારે નિયોને 11,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ઓપોના નવા સ્માર્ટફોનની ટક્કર માઇક્રોમેક્સ, કાર્બનના સ્માર્ટફોનથી થશે કારણ કે આ રેન્જમાં આ બંને ખૂબ જ દમદાર ખેલાડી છે. આવો નીચે આપવામાં આવેલ સ્લાઇડમાં જોઇએ બંને સ્માર્ટફોનમાં આપવામાં આવેલા કેટલાંક ફીચર.

World’s First 1080p Smartphone

World’s First 1080p Smartphone

ફાઇન્ડ5 દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં 441 પિક્સલ પર ઇંચની સ્ક્રીન આપવામાં આવેલી છે જે 1080 પિક્સલ સપોર્ટ કરે છે.

Super Slim Bezel

Super Slim Bezel

ફાઇન્ડ 5 મિનીની ડિઝાઇન ખૂબ સ્લિમ છે. ફોનની સાઇઝ 3.25 એમએમ છે જે તેને ખૂબ જ હેન્ડી બનાવે છે.

Easy Light

Easy Light

ફોનની સ્ક્રીનની ઉપર એક ફ્લેશ લાઇટ આપવામાં આવી છે, આપના ફોનમાં કોઇ મેઇલ અથવા મેસેજ આવશે તો આ લાઇટ ફ્લેસ થવા લાગશે.

13 Megapixel Camera

13 Megapixel Camera

ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જે હાઇ ક્વોલિટીની તસવીર કેપ્ચર કરે છે.

5 Layer Lens Coating

5 Layer Lens Coating

ફોનના કેમેરા લેન્સમાં 5 લેયર કોટિંગ આપવામાં આવ્યું છે, જેમાં અલ્ટ્રાવાયલેટ અને બ્લૂ ગ્લાસ ફિલ્ટર લાગેલા છે, સાથે સાથે તેમાં સીએમઓએસ સેન્સર પણ લાગેલા છે.

Burst Mode

Burst Mode

ફાઇન્ડ 5 મિનીમાં બર્સ્ટ મોડ આપવામાં આવેલું છે, જે 5 સેકેન્ડમાં 100 ફોટાઓ ખેંચી શકે છે. આ ઉપરાંત આ પહેલો એવો ફોન છે જેના હાર્ડવેરમાં એચડીઆર સપોર્ટ આપવામાં આવ્યું છે.

Dirac HD Sound Technology

Dirac HD Sound Technology

ફાઇન્ડ 5 ડિરેક એચડી સાઉન્ડ ક્વોલિટી ટેકનીક આપવા આવી છે, જે સ્માર્ટફોનમાં પણ હાઇ ક્વોલિટી સાઉન્ડ સપોર્ટ કરે છે. સાથે સાથે ડોલ્બી મોબાઇલ 3.0નું ફીચર આપવામાં આવ્યું છે.

S4 APQ8064 1.5GHz

S4 APQ8064 1.5GHz

ફાઇન્ડ 5 મિનીમાં ક્વૉલકોમસ્નેપડ્રેગન એસ4 1.5 ગીગાહર્ટ ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવેલું છે. જે તેને હાઇસ્પીડ પ્રોસેસિંગ પાવર આપે છે. જ્યારે એડ્રીનો 320 જીપીયૂ સારું ગ્રાફિક સપોર્ટ આપે છે.

Wi-Fi Display

Wi-Fi Display

ફાઇન્ડ 5 મિનીને વાઇફાઇ ડિસ્પ્લે ટેકનીકની મદદથી આપ પોતાના ટીવીથી પણ કનેક્ટ થઇ શકો છો અને ફોનનો ડેટા ટીવીમાં જોઇ શકો છો.

NFC

NFC

ફોનમાં નિયર ફીલ્ડ કમ્યુનિકેશન એટલે એનએફસી સપોર્ટ આપવામાં આવેલ છે, જેની મદદથી આપ એક ફોનથી બીજા ફોનમાં સરળતાથી ડેટા શેર કરી શકો છો.

English summary
Oppo find 5 mini Neo now available in india.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.