For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Parenting Tips : બાળકોના ઉછેરમાં ન કરો આ ચાર ભૂલ, નહીંતર બાળક બની જશે જીદ્દી

Parenting Tips વર્તમાન સમયમાં ઘરમાં બાળકોને સમય આપવું ઘણું મુશ્કેલ બની જાય છે. તેનું કારણ પતિપત્ની બંને કામ કરતા હોય છે, જે કારણે તેઓ બાળકોના ઉછેર પર ધ્યાન આપી શકતા નથી, જેના પરિણામે તેઓ જીદ્દી અને ગુસ્સાવાળા બની જાય છે.

|
Google Oneindia Gujarati News

Parenting Tips : દરેક માતાપિતા ઇચ્છે છે કે, તેમનું બાળક ભણી ગણીને સમજદાર અને જવાબદાર બને. આ માટે તેના ઉછેરમાં ઘણુ ધ્યાન આપવું પડે છે. આ સાથે તેને ખરાબ આદતોથી બચાવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. આમ કરવા છતા પણ ઘણા બાળકો જીદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવના બની જાય છે.

આજે આપણે બાળકોના ઉછેર માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરીશું. આ સાથે આપણે માતાપિતા દ્વારા કરવામાં આવતી એવી 4 ભૂલો વિશે પણ જાણીશું, જેનાથી બાળક પર માઠી અસર પડશે.

પોતાની જીદ

પોતાની જીદ

જો ઘરમાં માતા અને પિતા બંને જિદ્દી સ્વભાવના હોય, તો તેની અસર તેમના બાળકો પર પણ પડવાની સંપૂર્ણ શક્યતા છે. એટલે કે તેઓપણ પાછળથી જિદ્દી બની જાય છે.

આવી સ્થિતિમાં બાળકો કોઈ પણ વસ્તુ પર જીદ કરીને બેસી જાય છે, જેને પૂર્ણ કરવું તેમના માટે મુશ્કેલબની જાય છે. તેથી પ્રયાસ કરો કે, માતા-પિતા તેમનું જિદ્દી વલણ છોડી દે અને સ્વભાવમાં લવચીકતા સાથે એકબીજા સાથે વાત કરો.

બાળકોને સાંભળો

બાળકોને સાંભળો

ઘણા માતા-પિતા બાળકોની દરેક માંગ પૂરી કરવા તૈયાર હોય છે. જેના કારણે બાળકોની ઈચ્છાઓ વધતી જાય છે. જ્યારે તેમની કોઈ ઈચ્છાપૂરી ન થાય, તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને જીદ કરીને બેસી જાય છે.

તમારી સાથે ક્યારેય આવી પરિસ્થિતિ ન આવે તે માટે તમારેબાળકો પાસેથી કઈ વસ્તુઓ સ્વીકારવી છે અને કઈ નથી, તે જાણી લો.

સાચા અને ખોટા વિશેની સમજણ આપો

સાચા અને ખોટા વિશેની સમજણ આપો

બાળકોને શરૂઆતથી જ તેમના ઘરની આર્થિક સ્થિતિ વિશે અને તેમની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને શિક્ષણ આપવું જોઈએ, પરંતુ ઘણામાતાપિતા આમ કરવામાં નિષ્ફળ જાય છે.

આ કારણે જ્યારે પણ તેમના બાળકો કોઈ મોંઘા મોલ અથવા શોરૂમમાં ફરવા જાય છે, ત્યારે તેઓત્યાં મોંઘી વસ્તુઓ ખરીદવા માટે ઉત્સાહિત થઈ જાય છે. જ્યારે તેમની આ માંગ પૂરી ન થાય, ત્યારે તેઓ જિદ્દી બની જાય છે.

બાળકની અવગણના ન કરો

બાળકની અવગણના ન કરો

બાળકો સ્વભાવે શાંત સ્વભાવના હોય છે. તેઓ તેમની દરેક બાબતો અને જરૂરિયાતો તેમના માતા-પિતાને સમજાવવા માંગે છે, પરંતુ જ્યારેમાતા-પિતા સમયના અભાવને કારણે તેમની વાત સાંભળતા નથી, ત્યારે તેઓ ચિડાઈ જાય છે.

આવી સ્થિતિમાં તેઓ કોઈ પણ વિષય પરપોતાનો મુદ્દો ઉઠાવવા માટે જીદ કરીને બેસી જાય છે. તેથી, બાળકો સાથે આવા અંતર આવવા ન દો અને તેમની સાથે સમય વિતાવો.

English summary
Parenting Tips : Do not make these four mistakes in raising children, otherwise the child will become stubborn
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X