For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં જોવા મળી રહ્યો છે મોદી મેજિક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી પર સીએનએન આઇબીએનના ઓપિયન પોલમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપને ભારે બઢત મળતી જોવા મળી રહી છે. આઇબીએન7 માટે આ સર્વે કરનાર સીએસડીએસે ગુજરાતની 13 સીટો પર 836 લોકો સાથે વાતચીત કરી.

મધ્ય પ્રદેશની 15 સીટો પર 936 લોકો સાથે અને મહારાષ્ટ્રની 30 સીટોના મુદ્દે 1224 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. જ્યારે સીએસડીએસે ગુજરાતની 13 સીટો પર 836 લોકો સાથે વાત કરી. સર્વેમાં નરેન્દ્ર મોદી બઢત મેળવી રહ્યાં છે.

ગુજરાતમાં મોદી મેજિક

ગુજરાતમાં મોદી મેજિક

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના રાજ્ય ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટો છે. આઇબીએન 7 માટે સીએસડીએસના સર્વે અનુસાર જો અહીં અત્યારે ચૂંટણી યોજાય તો ભાજપના હાથમાં 20 થી 25 સીટો આવી શકે છે. જ્યારે કોંગ્રેસના હાથમાં 1 થી 4 સીટો આવશે. અન્યન ખાતામાં 0 થી 2 સીટો જઇ શકે છે.

ભાજપને 53 ટકા, આપને 7 ટકા વોટ મળશે

ભાજપને 53 ટકા, આપને 7 ટકા વોટ મળશે

આઇબીએન 7 માટે સીએસડીસના સર્વે અનુસાર જો અત્યારે ચૂંટણી થાય તો 32 ટકા લોકો કોંગ્રેસને વોટ આપી શકે છે. જ્યારે ભાજપને 53 ટકા વોટ મળી શકે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પણ 7 ટકા વોટ મળી શકે છે. અન્યના ખાતામાં 8 ટકા વોટ જઇ શકે છે.

નરેન્દ્ર મોદીને બઢત

નરેન્દ્ર મોદીને બઢત

સર્વેમાં એ વાત સામે આવી છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતના રાજ્યમાં ખાસી બઢત બનાવેલી છે. તેમાં મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના પ્રદર્શનનો હાથ છે.

70 લોકો મોદીના કામકાજથી સંતુષ્ટ છે

70 લોકો મોદીના કામકાજથી સંતુષ્ટ છે

સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે કેટલા લોકો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કામકાજથી સંતુષ્ટ છે, જવાબમાં 70 ટકા લોકોએ કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીના કામકાજથી સંતુષ્ટ છે. જ્યારે 22 ટકા લોકોએ કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે. તો 8 ટકા લોકોએ કોઇ મંતવ્ય રજૂ કર્યું ન હતું.

શિવરાજ સિંહનો જાદૂ

શિવરાજ સિંહનો જાદૂ

મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 સીટો છે. અહીં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો જાદૂ માથે ચઢીને બોલી રહ્યો છે. આઇબીએન 7 માટે સીએસડીએસના સર્વે અનુસાર જો અહીં અત્યારે ચૂંટણી ભાજપને 23થી 27 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 2 થી 5 સીટોથી સંતોષ માનવો પડી શકે છે.

ભાજપને 51 ટકા, કોંગ્રેસને 29 ટકા વોટ મળશે

ભાજપને 51 ટકા, કોંગ્રેસને 29 ટકા વોટ મળશે

સર્વે અનુસાર મધ્ય પ્રદેશમાં ભાજપને જોરદાર સફળતા મળતી જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં જો ચૂંટણી થાય તો ભાજપને 51 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 29 ટકા જ વોટ મળશે.

બીએસપીને 5 ટકા, આપને 3 ટકા વોટ મળશે

બીએસપીને 5 ટકા, આપને 3 ટકા વોટ મળશે

મધ્ય પ્રદેશમાં માયામતીની બીએસપીને 5 ટકા વોટ મળી શકે છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 3 ટકા વોટ મળી શકે. આ ઉપરાંત અન્યના ભાગમાં 12 આવી શકે છે.

લોકોને શિવરાજ સિંહનું રાજ પસંદ

લોકોને શિવરાજ સિંહનું રાજ પસંદ

સર્વે સ્પષ્ટ છે કે મધ્ય પ્રદેશમાં લોકોને શિવરાજ સિંહનું રાજ પસંદ છે. આ કારણે જ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીત પાછળ મધ્ય પ્રદેશ લોકો નરેન્દ્ર મોદી કરતાં શિવરાજ સિંહ ચૌહાણનો જાદૂ માને છે.

જીત માટે શિવરાજ સિંહને શ્રેય

જીત માટે શિવરાજ સિંહને શ્રેય

સર્વે અનુસાર 79 ટકા લોકો માને છે કે મધ્ય પ્રદેશમાં મળેલી જીત શિવરાજ સિંહ ચૌહાણના કારણે મળી છે. તો બીજી તરફ 4 ટકા લોકોએ મોદીને શ્રેય આપ્યો હતો.

દિલ્હીનો માર્ગ મોકળો કરી શકે

દિલ્હીનો માર્ગ મોકળો કરી શકે

મહારાષ્ટ્રમાં વર્ષોથી કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 સીટો છે, એટલે કે અહીં દિલ્હીનો માર્ગ મોકળો કરી શકે છે. જ્યારે ભાજપ, શિવસેના અને આરપીઆઇ ગઠબંધનને 44 ટકા વોટ મળી શકે છે.

કોના ખાતામાં કેટલા વોટ

કોના ખાતામાં કેટલા વોટ

રાજ ઠાકરેની એમએનએસ (મનસે)ના ખાતામાં 2 ટકા વોટ પડી શકે છે. આમ આદમી પાર્ટીને 5 ટકા વોટ મળી શકે છે. બીએસપીના ખાતામાં 4 ટકા વોટ આવશે અને અન્યને 10 ટકા વોટ મળી શકે છે. બીએસપીના ખાતામાં 4 ટકા વોટ પ્રાપ્ત કરી શકે છે.

પૃથ્વીરાજ ચૌહાણનું કામ સંતોષજનક

પૃથ્વીરાજ ચૌહાણનું કામ સંતોષજનક

સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે મહારાષ્ટ્રથી સારા સમાચાર નથી. જો કે મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનું કામ સંતોષજનક માનવામાં આવી રહ્યું છે. સર્વે અનુસાર 50 ટકા લોકો પૃથ્વીરાજ ચૌહાણના કામકાજથી સંતુષ્ટ છે. તો 36 ટકા લોકો તેમના કામકાજથી અસંતુષ્ટ જોવા મળી રહ્યાં છે. 14 ટકા લોકોએ તેમના પર કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી ન હતી.

English summary
BJP is projected to make a near sweep in Madhya Pradesh and Gujarat in the upcoming Lok Sabha polls with Narendra Modi remaining the top choice for Prime Ministership, according to an opinion poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X