For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણે ગણેશ ભગવાનની પૂજા શા માટે કરીએ છીએ? જાણો કારણો

|
Google Oneindia Gujarati News

ભગવાન ગણેશને સમૃદ્ધિ, બુદ્ધિ અને સારા ભાગ્યના દેવતા માનવામાં આવે છે. ભગવાન, સર્વશક્તિમાન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન ગણેશ, મનુષ્યોના કષ્ટ હરી લે છે અને તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંપરા અનુસાર, દરેક ધાર્મિક ઉત્સવ અને સમારંભની શરૂઆત ભગવાન ગણેશની પૂજા થકી જ શરૂ થાય છે. ગણેશ ભગવાનનું રૂપ, મનુષ્ય અને પશુના અંગ દ્વારા બનેલ છે. જેની પણ ભગવાન ગણેશની પૂજામાં મોટી ભૂમિકા છે જે ઊંડા આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે.

ભગવાન ગણેશને બધા સારા ગુણો અને સફળતાઓના દેવતા માનવામાં આવે છે માટે લોકો દરેક સારા કામને કરતા પહેલા ગણેશજીની પૂજા કરવાનું શુભ માને છે. ભગવાન ગણેશના જન્મદિવસને ગણેશ ચતુર્થીના રૂપમાં મનાવવામાં આવે છે. હિંદુ ધર્મના લોકો, અધ્યાત્મિક શક્તિ માટે, કાર્ય સિદ્ધિ માટે અને લાભ પ્રાપ્તિ માટે ભગવાન ગણેશની પૂજા ધૂમધામથી કરવામાં આવે છે. ભગવાન ગણેશને બધા દુ:ખોના હર્તા, સંકટ દૂર કરનાર, સદબુદ્ધિ આપનાર માનવામાં આવે છે.

ભગવાન ગણેશના દરેક રૂપની પૂજા, વિશિષ્ટ વ્યાખ્યા પ્રદાન કરે છે. ભગવાન ગણેશની પૂજા કરનાર લોકોના ઘણા મતો હોય છે. લોકો દ્વારા ભગવાન ગણેશની પૂજા સર્વપ્રથમ કરવા અને તેની પાછળના કારણોને જાણવા ખૂબ જ રોચક હોય છે. આજ અમે આપને કેટલીક મહત્વપૂર્ણ અને રોજક તથ્ય ગણાવે છે કે કોઇપણ સમારંભ, ઉત્સવ અથવા અનુષ્ઠાનમાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા શા માટે કરવામાં આવે છે:

બાધાઓને દૂર કરે છે

બાધાઓને દૂર કરે છે

હિંદુ ધર્મના દરેક અનુયાયિઓનું માનવું છે કે કોઇપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશની પૂજા કરવાથી તે કાર્યમાં કોઇ બાધા નથી આવતી. એવું માનવામાં આવે છે કે આપની સફળતાના માર્ગમાં કોઇ બાધા આવે છે તો ભગવાન ગણેશની પૂજા કરવાથી દૂર થઇ જાય છે.

આધ્યાત્મિક અંતદ્રષ્ટિ

આધ્યાત્મિક અંતદ્રષ્ટિ

ભગવાન ગણેશજીની એક પત્ની સિદ્ધિ છે. સિદ્ધિ, આધ્યાત્મિક શક્તિને દર્શાવે છે. માટે ભગવાન ગણેશની પૂજા, આધ્યાત્મિક અંતદ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો સૌથી સારો ઉપાય માનવામાં આવે છે. પારંપરિક રીતે ભગવાન ગણેશની સૂંડ સીધી બાજુ ઘુમેલી છે માટે તેમને સિદ્ધિવિનાયક પણ કહેવામાં આવે છે.

બુદ્ધિ

બુદ્ધિ

ગણેશની એક પત્નીનું નામ રિદ્ધિ એટલે કે બુદ્ધિ હતું, માટે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે. માટે ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના પ્રદાતા માનવામાં આવે છે. હાથીના મસ્તિષ્કને બુદ્ધિના પ્રતિકના રૂપમાં જોવાય છે.

સમૃદ્ધિ

સમૃદ્ધિ

ભગવાન ગણેશની એક પત્નીનું નામ સિદ્ધિ છે. સિદ્ધિનો અર્થ સમૃદ્ધિ સાથે થાય છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સંપન્નતા અને સમૃદ્ધિ આવે છે. ભગવાન ગણેશ અમારા જીવનમાં આવનાર દરેક સમૃદ્ધિના શાસક માનવામાં આવે છે.

ઘમંડનો નાશ કરે છે.

ઘમંડનો નાશ કરે છે.

માનવામાં આવે છે કે ભગવાન ગણેશ, ઘમંડ, સ્વાર્થ અને અભિમાનનો નાશ કરે છે. ભગવાન ગણેશ, વિવિધ અને શાનદાર રીતે ભૌતિક જગતને અભિવ્યક્ત કરે છે.

ભાવનાઓ પર વિજય મેળવે છે

ભાવનાઓ પર વિજય મેળવે છે

ભગવાન ગણેશ, ઉપરના ડાભા હાથમાં એક કુલ્હાળી ધારણ કરે છે જે તેમને માનવીય ભાવનાઓથી મુક્ત દર્શાવે છે અને તેમના ઉપરના જમણા હાથમાં કમળ છે જે તેમની અંદરની દરેક ભાવનાને દર્શાવે છે. અત: સ્પષ્ટ છે ભગવાન ગણેશ, ભાવનાઓ પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે અને માનવ જાતિનો ઉદ્ધાર કરે છે.

અંહકાર ભાંગે છે

અંહકાર ભાંગે છે

ભગવાન ગણેશની પૂજા કરવાથી મનુષ્યમાં મનમાં ભરાયેલો અહંકાર મટી જાય છે. ભગવાન ગણેશની સવારી જે તેમની પાસે જ બેસે છે, હંમેશા દર્શાવે છે કે કોઇપણ વ્યક્તિ અંહકારને ત્યાગીને સારો બની શકે છે.

જ્ઞાનનો ઉપયોગ

જ્ઞાનનો ઉપયોગ

ભગવાન ગણેશ હંમેશા ડાબા પગને જમણા પગમાં રાખીને બેસે છે. જે તેમના જ્ઞાનને દર્શાવે છે કે તેઓ દરેક વાતને અગલ પાસાંથી જુએ છે. એવું દર્શાવે છે કે એક સફળ જીવન જીવવા માટે જ્ઞાન અને ભાવનાઓનો સાચો ઉપયોગ કરવો જોઇએ.

પ્રણવના પ્રતિનિધિત્વ કરવું

પ્રણવના પ્રતિનિધિત્વ કરવું

ભગવાન ગણેશ, ઓમ અને પ્રણવનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમ, હિંદુ ધર્મનો પ્રમુખ મંત્ર છે. ભગવાન ગણેશની કોઇ પણ પૂજાને શરૂ કરતા પહેલા આ મંત્રનો જાપ ચોક્કસ કરવામાં આવે છે.

English summary
Lord Ganesha is considered as the Lord of prosperity, wisdom and good fortune. Lord Ganesha represents the power of the Supreme Being that takes away obstacles and guarantee victory in human accomplishments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X