For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાંબો સમય સુધી પ્રેમ સંબંધ જાળવી રાખવો હોય તો આ ટીપ્સ ફોલો કરો

કોઈ પણ લૉંગ ટર્મ અને સ્ટ્રોંગ રિલેશનશિપમાં આ 5 વાતો હોવી જરુરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોઈ પણ સંબંધને ચલાવવા માટે બે વસ્તુ જરુરી છે, એક પ્રેમ અને બીજો વિશ્વાસ. કોઈ પણ સંબંધનો આધાર આ બે પર જ ટકેલો છે. કોઈ પણ સંબંધમાં માત્ર સારી-સારી વાતોથી કામ નથી ચાલતુ, સંબંધમાં એકબીજા પ્રત્યે સમ્માન, ઈમાનદારી અને જવાબદારીઓ પણ દેખાવી જોઈએ કારણે રિલેશનમાં લડાઈ-ઝઘડા થવા સામાન્ય વાત છે પરંતુ સમજદાર વ્યક્તિ એ છે જે પરસ્પર મતભેદોને ભૂલીને સાથે આવી જાય છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે એક વાત પકડીને બેસી જાય છે અને ત્યાં જ ગરબડ થવા લાગે છે. ઘણી વાર એવુ પણ બનતુ હોય છે કે લોકો પોતાના પ્રેમ સંબંધ પ્રત્યે ઈમાનદાર તો હોય છે પરંતુ તેમછતાં તે પાર્ટનરના મનની વાત નથી જાણી શકતા. તે એ સમજી નથી શકતા કે પોતાના રિલેશનને મજબૂત કેવી રીતે કરે. કોઈ પણ લૉંગ ટર્મ અને સ્ટ્રોંગ રિલેશનશિપમાં આ 5 વાતો હોવી જરુરી છે.

કોમ્પ્રોમાઈઝ કરતા આવડવુ જોઈએ

કોમ્પ્રોમાઈઝ કરતા આવડવુ જોઈએ

જો તમને કૉમ્પ્રોમાઈઝ એટલે કે સમાધાન કરતા આવડતુ હોય તો તમે કોઈ પણ સંકટને પાર કરી શકશો. પછી પ્રેમના કિસ્સામાં તો આ પહેલુ અને સૌથી સરળ પગલુ છે. એ એટલુ શક્તિશાળી છે કે તે ભવિષ્યમાં તમારા સંબંધમાં આવારી તમામ મુશ્કેલીઓનો રસ્તો બંધ કરી દે છે. દરેક દંપત્તિ વચ્ચે ઘણીવાર નાના-મોટા ઝઘડા થતા હોય છે. એનો અર્થ એ નથી કે તમે દરેક વસ્તુનો વળગી રહો. આવી સ્થિતિમાં ઝઘડો વધી શકે છે. વાતોને બહુ લાંબી ના ખેંચો.

વિશ્વાસ રાખવો ખૂબ જરુરી

વિશ્વાસ રાખવો ખૂબ જરુરી

ઘણી વાર એવુ જોવામાં આવ્યુ છે કે લગ્નજીવન માત્ર શંકાના કારણે જ બગડી જાય છે. તેથી સંબંધને મજબૂત બનાવવા માટે બંને પાર્ટનરનો એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. દંપત્તિએ દરેક મુશ્કેલ સમયમાં એકબીજાની પડખે ઊભા રહેવુ જોઈએ. ભલે દુનિયા ભલે આમથી તેમ થઈ જાય તમારે ડગવુ ન જોઈએ કારણ કે વિશ્વાસ રાખવાથી સંબંધ મજબૂત થાય છે.

સંબંધમાં રહો ઈમાનદાર

સંબંધમાં રહો ઈમાનદાર

એ વાતનુ હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા લવ પાર્ટનર સાથે બધી વાતો શેર કરવાથી જ સંબંધ મજબૂતી સાથે આગળ વધે છે. જો તમને તમારા પાર્ટનરની કોઈ આદત ખોટી લાગતી હોય અને તમે તેનાથી ખૂબ જ પરેશાન છો તો તેને ધ્યાનમાં રાખવાને બદલે તેને ખુલ્લેઆમ જણાવો. તમારા સંબંધને પ્રામાણિકતા સાથે આગળ વધારો. આ તમારા સંબંધોમાં પ્રગાઢતા ઉમેરશે.

ચોઈસ જાણવી જરુરી

ચોઈસ જાણવી જરુરી

તમારા પાર્ટનરને શું પસંદ છે અને શું નથી એ જાણવુ તમારા બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેમની પસંદ અને નાપસંદ પ્રમાણે કામ કરશો તો તેનાથી તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવશે અને તમારામાં તેની રુચિ વધે છે.

ક્વૉલિટી ટાઈમ પસાર કરો

ક્વૉલિટી ટાઈમ પસાર કરો

સારા સંબંધ માટે કપલે એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવવો જોઈએ. કેટલીકવાર ઘણા દિવસોનું અંતર સંબંધોમાં ખટાશનું કારણ બને છે. તમે તમારી પ્રોફેશનલ લાઈફમાં ગમે તેટલા વ્યસ્ત હોવ, તમારા પાર્ટનર માટે ચોક્કસ સમય કાઢો. તેમની સાથે આખો દિવસ વિતાવો, તે તમારા સંબંધને મજબૂત બનાવે છે.

English summary
Relationship Tips: If you want to maintain a long lasting love, follow these tips
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X