For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Christmas: કોણ છે સાંતા ક્લોઝ, બાળકોને કેમ આપે છે મસ્ત-મસ્ત ગિફ્ટ?

Christmas: કોણ છે સાંતા ક્લોઝ, બાળકોને કેમ આપે છે ગિફ્ટ?

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રિસમસ નામ સાંભળતાં જ લોકોના દિમાગમાં કેક, ક્રિસમસ ટ્રી, રંગી-બેરંગી લાઈટ અને કાર્ડ્સની તસવીરો સામે આવી જાય છે, લોકો પોતાના ઘરને સૌથી સુંદર બનાવવામાં મથી જાય છે. આ સુંદરતાના પર્વનો હર્ષોલ્લાસ સાથે ઈંતેજાર બાળકો પણ કરતા હોય છે, કેમ કે આ દિવસો એમના સમનોના બાબા એટલે કે સાંતા ક્લૉઝ તેમને મસ્ત-મસ્ત ગિફ્ટ આફે છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે શું ખરેખર સાંતા ક્લૉઝ નામનો વ્યક્તિ હોય છે જે બાળકોને ગિફ્ટ આપે છે.

સંત નિકોલસ

સંત નિકોલસ

આમ તો પુરાવા મળે છે કે આજથી દોઢ હજાર વર્ષ પહેલા જન્મેલ સંત નિકોલસને અસલી સાંતા માનવામાં આવે છે. જો કે સંત નિકોલસ અને જીસસના જન્મનો કોઈ સીધો સંબંધ નથી રહ્યો છતાં પણ આજના સમયે સાંતા ક્લૉઝ ક્રિસમસનો મહત્વનો ભાગ છે, તેમના વિના ક્રિસમસ અધૂરી છે.

સંત નિકોલસનો જન્મ

સંત નિકોલસનો જન્મ

સંત નિકોલસનો જન્મ ત્રીજી સદીમાં જીસસના મૃત્યુના 280 વર્ષ બાદ માયરામાં થયો. તેઓ અમિર પરિવારમાંથી આવતા હતા. તેમણે બાળપણમાં જ પોતાના માતા-પિતાનો છાયો ગુમાવી દીધો હતો. બાળપણથી જ પ્રભુ યીશૂમાં બહુ આસ્થા હતી. તેઓ મોટા થઈ ઈસાઈ ધર્મના પાદરી અને બાદમાં બિશપ બન્યા. જરૂરતમંદો અને બાળકોને ગિફ્ટ આપવી તેમને બહુ પસંદ હતું. ત્યારથી જ ક્રિસમસ પર ગિફ્ટ આપવાનું ચલણ પ્રચલિત થયું.

સાંતા ક્લૉઝ ભગવાનના દૂત છે

સાંતા ક્લૉઝ ભગવાનના દૂત છે

જ્યારે કેટલાક લોકો કહે છે કે સાંતા ક્લૉઝ ભગવાન તરફથી મોકલવામાં આવેલ દૂત છે, તો કેટલાક લોકોનું માનવું છે કે સાંતા ક્લૉઝ યીશુના પિતા છે અને માટે પોતાના દીકરાના જન્મદિન પર બાળકોને ગિફ્ટ આપે છે. સાંતા ક્લૉઝનું આજનું જે પ્રચલિત નામ છે તે નિકોલસના ડચ નામ સિંટર ક્લાસ પરથી પડ્યું છે, જીસસ અને મધર મેરી બાદ સંત નિકોલસને જ એટલું સન્માન મળ્યું છે.

મૈરી ક્રિસમસ

મૈરી ક્રિસમસ

ખેર, કારણ જે કંઈપણ હોય, ક્રિસમસનો પર્વ અને સાંતા ક્લૉઝ ખુદમાં જ ખુશી, જોશ અને પ્રેમનું પ્રતિક છે, માત્ર ઈસાઈ ધર્મવાળાઓ માટે જ નહિ બલકે દરેક ધર્મના સમુદાયો માટે આ પર્વ હવે ખાસ મહત્વ રાખે છે માટે તમે પણ જોરદાર ઢંગથી આ વખતેની ક્રિસમસનું સ્વાગત કરો અને ફાધર ઑફ ક્રિસમસનું સૌને મૈરી ક્રિસમસ.

પહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન પહેલા દલિત, પછી મુસલમાન અને હવે યોગીના મંત્રી બોલ્યા જાટ હતા હનુમાન

English summary
Santa Claus,is a legendary figure originating in Western Christian culture who is said to bring gifts to the homes of well-behaved children on Christmas Day (25 December).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X